જીવનભારતી કુમારભવનમાં આત્મહત્યા નિવારણ અને ગુડપેરન્ટીગ વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન થયું.
શ્રી આર.ડી.ઘાએલ જીવનભારતી કુમારભવન તથા શાળાના વાલી શિક્ષક મંડળ અને વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગના સંયુક્ત ઉપક્રમે 10 મી સપ્ટેમ્બર ના રોજ વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસની ઉજવણીના ભાગરૂપે લોકો દ્વારા શામાટે આત્મહત્યા કરવામાં આવે છે તે અંગેના કારણો અને તેને અટકાવવા અંગે વાલીઓને સમજ આપવામાં આવી હતી. વનિતા વિશ્રામના ભૂતપૂર્વ શિક્ષિકા શ્રી નૂરજહાં મન્સૂરી દ્વારા ગુડ પેરેન્ટિંગ વિષય પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના શિક્ષકો સંજયભાઈ બોસમિયા, નિતેશભાઈ વળવી, રોશનીબેન પટેલ દ્વારા આચાર્યા શ્રીપિંકીબેન માળીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
Like

 

Comment
Share