આધુનિક ટેક્નોલોજીના યુગ માં બાળકો રમકડાં થી રમવાનુ જાણે વિસરી જ ગયા છે. માત્ર મોબાઈલ થી જ રમવું વધુ ગમે છે. જે કુમળી વયના બાળકો ના સ્વાસ્થય માટે હાનિકર્તા છે. બાળકો અવનવા રમકડા પ્રત્યે આકર્ષાય, રમકડાં રમીને પોતાનો શારીરિક, માનસિક અને બૌધિક વિકાસ સાધે તેમજ મોંધા રમકડાં વાલીઓને ખરીદવા ન પડે અને સરળતાથી બાળકો ને રમકડાં રમી શકે તે હેતુસર જીવનભારતી મંડળ દ્વારા એક પ્રયોગાત્મક નાવીન્યસભર અભિગમ સ્વરૂપ ” *ગીતા દેસાઈ* ખેલાઘર” નો આરંભ કરવામાં આવ્યો. આ ખેલાદાર ની ઉદ્દઘાટનવિધિ માં મુખ્ય અતિથિ શ્રી ગીતા બેન,ડૉ.બિપિનભાઈ દેસાઈ તથા કુટુંબીજન, જીવનભારતી મંડળના પ્રમુખ શ્રી ભરતભાઈ શાહ,મંત્રી શ્રી ડૉ. કેતનભાઈ શેલત, શ્રી અજિતભાઈ શાહ, ઉપાધ્યક્ષ શ્રી ડૉ. પ્રજ્ઞેશભાઈ જોષી, કોષાધ્યક્ષ શ્રી હરેશભાઈ જરીવાળા, કારોબારી સભ્ય શ્રી અમિતભાઇ ઠાકોર, શ્રી ચિંતન ભાઈ શાહ તથા તમામ ભવનના આચાર્યાશ્રી અને નિરીક્ષકશ્રી. ઉપસ્થિત રહયા હતાં,ડૉ. શ્રીકેતનભાઈ શેલતે ઉપસ્થિત સર્વેનો શાબ્દિક આવકાર કર્યો હતો. શ્રી ગીતાબેન દેસાઇ અને ડૉ બિપિનભાઈ દેસાઇ ને સંસ્થાના પ્રમુખ શ્રી ભરતભાઈ શાહે પુષ્પ ગુચ્છ અને સ્મૃતિભેટ અર્પણ કરી સન્માનિત કર્યા હતા. શ્રી બિપિનભાઈ દેસાઈ ના પરિવારના સભ્યોને જીવનભારતી મંડળના હોદ્દેદારોએ પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા હતા.મંત્રી શ્રી અજિતભાઈ શાહે સૌનો શાબ્દિક આભાર વ્યકત કર્યો હતો.
ત્યારબાદ દીપપ્રાગટ્યવિધિ સંપન્ન કરી *ગીતા દેસાઈ ખેલાઘર* નામની તકતીનું અનાવરણ કરી રીબિન કાપી ઉદ્દઘાટન વિધિ સંપન્ન કરી હતી. બંને બાળભવન ના નર્સરી,જુ.કેજી, સિ.કેજી, તેમજ ધો-૧ અને ધો-ર ના વાલીશ્રીઓએ આ ખેલાઘર ની મુલાકાત લઈ ખુબ પ્રશંસા કરી હતી.
   જીવનભારતી મંડળનો આ નવતર અભિગમ ખરેખર બાળજગત માટે વરદાન સ્વરૂપ છે.