આજનો દિવસ ભારતવર્ષ માટે ખરેખર ઐતિહાસિક છે. આજ સુધી સમગ્ર વિશ્વમાંથી માત્ર અમેરિકા, રશિયા અને ચીન જેવા ૩ જ દેશ કરી શક્યા છે તે કાર્ય આજે ભારતે કરી બતાવ્યું છે. ભારતનું ચંદ્રયાન – ૩ આજે સફળતા પૂર્વક ચંદ્ર પર લેન્ડ થઈ ગયું છે. સમગ્ર ભારતવર્ષની જેમ આજે જીવનભારતી મંડળમાં પણ ઉત્સવ જેવો માહોલ હતો. વિદ્યાર્થીઓ આ ઐતિહાસિક ક્ષણને વ્યવસ્થિત રીતે માણી શકે તે માટે જીવનભારતી મંડળના રંગભવનમાં આ કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ બિગ સ્ક્રીન પર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના દરેક વિભાગમાંથી લગભગ ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાજર રહ્યા હતા. બાળકોને ચંદ્રયાન – ૨ પ્રોજેક્ટ વિષે તથા તેની પ્રોસેસ અને કાર્યો વિષે પણ સમજાવવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન એસ્ટ્રોનોમી ક્લબ ના હેડ શ્રી અમી નાયકે કર્યું હતું.