You are currently viewing મો. વ. બુનકી બાળભવનમાં સ્વાતંત્ર્યદિન પર્વની ઉજવણી

મો. વ. બુનકી બાળભવનમાં સ્વાતંત્ર્યદિન પર્વની ઉજવણી

જીવન ભારતી મંડળ સંચાલિત મો. વ. બુનકી જીવનભારતી બાળભવનમાં સ્વાતંત્ર્ય દિન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી સુહાસ ભાઈ ફ્રુટવાલા તથા શાલીનીબેન દેસાઈ બાળકોનો ઉત્સાહ વધારવા ઉપસ્થિત રહ્યા હતા.નર્સરી અને જુનિયર.કે. જીના બાળકો દેશનેતા બનીને આવ્યા હતા. તથા સિનિયર કે.જીના બાળકોએ દેશભક્તિ ગીત નૃત્ય દ્વારા રજુ કર્યું હતું,બાળકોના મનમાં સ્વતંત્રતાનો તાજ,શબ્દોમાં સ્વછતા નો નાદ તથા હૃદયમાં ભારતના વીર જવાનો ના બલિદાનના ગૌરવનો અવાજ હતો આ સમગ્ર કાર્યક્રમ બાળભવન પરિવાર દ્વારા પૂર્ણ કરવામાં આવ્યો હતો.