જીવનભારતીના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડૉ. વિજય શાસ્ત્રીની એક મુલાકાત

2022-11-12T13:45:19+09:00

ડૉ. વિજય શાસ્ત્રી સાથે પ્રશ્નોત્તરી - સંધ્યા ભટ્ટ દક્ષિણ ગુજરાત વિસ્તારની જૂની અને જાણીતી એમ.ટી.બી. આર્ટ્સ કોલેજમાં વર્ષો સુધી ગુજરાતી ભાષા-સાહિત્યનું અધ્યાપન કરનાર ડૉ. વિજય શાસ્ત્રી ઘણાં વર્ષો થયાં નિવૃત્ત છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી અને જયંત પાઠક જેવા મૂર્ધન્ય સાહિત્યકારો પાસે તેઓ ભણ્યા. અંગ્રેજી ભાષાની કૃતિઓ અને પાશ્ચાત્ય વિવેચકોનું પરિશીલન કરનાર વિજય શાસ્ત્રી પાસેથી વિવેચનનાં પુસ્તકો મળ્યાં છે. તેમના વાર્તાસંગ્રહો પણ પુરસ્કૃત થયા છે. તો વ્યંગકાર તરીકે પણ તેમને પ્રતિષ્ઠિત કરી શકાય એવું તેમનું કામ છે. એક વિદ્યાર્થિની તરીકે તેમના ઉત્તમ અધ્યાપનનો લહાવો મને મળ્યો છે. તેમની સાથેની પ્રશ્નોત્તરી દ્વારા ઘણું પામી શકાશે. પ્ર. આપનો જન્મ ક્યાં અને ક્યારે? આપનાં માતાપિતા, ભાઈબહેન વિષે કહો. ઉ. મારો જન્મ ૧૦-૦૮-૧૯૪૫ના રોજ મોસાળ, સાંતાક્રુઝ (મુંબઈ) ખાતે. માતા રમાગૌરી, પિતા રમણલાલ, ભાઈ કિરણ, બહેન રૂપા. પ્ર. નાનપણ ક્યાં વીત્યું? ઘરમાં