તા.18-09-2023 સોમવાર ના રોજ જીવન ભારતી મંડળ સંચાલિત સ્પેશ્યલ એજ્યુકેશન ભવનમાં પૂજા-અર્ચના સાથે શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, સ્પેશ્યલ ઍજ્યુકેશનના વિદ્યાર્થીઓ સાથે ઈંગ્લીશ મીડિયમ ના વિદ્યાર્થીઓ પણ ઉત્સવમાં સહભાગી બન્યા હતા. સર્વે વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો અવાજ હર્ષોલ્લાસભેર “ગણપતિ બપ્પા મોરયા” ના નાદ સાથે ગૂંજી ઉઠ્યો હતો, ત્યાર બાદ સામુહિક આરતી અને પ્રસાદનું વિતરણ કરવામા આવ્યું હતું.
સ્પેશ્યલ એજ્યુકેશનમાં શ્રીગણેશજીની સ્થાપના
By jbm|2023-09-22T19:33:55+09:00September 22, 2023|Mandal, Special Education|Comments Off on સ્પેશ્યલ એજ્યુકેશનમાં શ્રીગણેશજીની સ્થાપના