સર્વાંગી કેળવણીના મૂળમંત્ર ને વરેલી સંસ્થા જીવનભારતી મંડળ સંચાલિત તારામોતી જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલય બાળભવન દ્વારા પ્લેટિનમ જયુબિલી મહોત્સવ “સાહિત્યમૃતમ” અંતર્ગત ગુજરાતી સાહિત્ય અને સંગીત દ્વારા માતૃભાષાના સાહિત્યિક વારસાને જાળવવા “નરસિંહ થી નર્મદ સુધી”ની ઝાંખી વિશ્વ માતૃભાષા ગૌરવ દિન નિમિત્તે પ્રસ્તુતિનો અનેરો સંયોગ સર્જાયો હતો. આ કાર્યક્રમમાં નરસૈયાની શ્રદ્ધા ,ઝવેરચંદ મેઘાણીની ખુમારી અવિનાશ વ્યાસની જીવનની ફિલસૂફી સાથે મીરાબાઈ અને ગૌરાકુભારની ભક્તિ અને સુરતના પનોતાપુત્ર નર્મદની ખુદારી બાળ પુષ્પો એસુંદર રીતે મંચ ઉપર અભિવ્યક્ત કરી હતી.