વિદ્યાર્થીઓ અને યુવા વર્ગ સ્વામી વિવેકાનંદના પ્રેરણાદાયી વિચારોને આત્મસાત કરી અમલી બનાવે તેવા શુભાશયથી રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ વડોદરા ગુજરાત દ્વારા રાષ્ટ્રકક્ષાએ ઓનલાઇન વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કર્યું હતું જેમાં પ્રવૃત્તિ વિદ્યાલય પ્રાથમિક વિભાગની શ્રેણી સાતની વિદ્યાર્થીની  પ્રાચી ગડરીયાની કૃતિ તમામ વિભાગોમાંથી પસંદ કરાયેલી  શ્રેષ્ઠ 25 કૃતિઓમાં 13 મા ક્રમે સ્થાન પામી છે, ઉપરાંત તેણે પોતાના વિભાગમાં તૃતીય ક્રમ પ્રાપ્ત કરી પ્રમાણપત્ર તેમ જ વિવેકાનંદજીના જીવન આધારિત પુસ્તકો પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કરેલ છે. ચિ. પ્રાચીને  આ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ આચાર્યા શ્રીમતી નિમિષા બહેન નાયક તથા નિરીક્ષકશ્રી મૃગાબહેન શુક્લએ સમસ્ત શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવ્યા છે.