તા. 1.9.2023 – સ્વચ્છતા શપથ દિવસ
સ્વચ્છતા પખવાડિયું – ૨૦૨૩ અંતર્ગત તા. 1.9.2023 – સ્વચ્છતા શપથ દિવસ દરમિયાન જીવનભારતી કુમારભવન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સ્વચ્છતા અંગે ધો. 9 થી 12ના વિદ્યાર્થીઓ પાસે શપથ લેવડાવ્યા અને વિદ્યાર્થીઓ દ્વારા ઈલેકટ્રોનિક બેનર બનાવડાવ્યા.
તા. 4.9.2023 – સ્વચ્છતા જાગૃતિ દિવસ
તા. 4.9.2023 – સ્વચ્છતા જાગૃતિ દિવસ દરમિયાન જીવનભારતી કુમારભવન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં અમારી શાળામાં સ્વચ્છતા અંગે ધો. 9 થી 12ના વિદ્યાર્થીઓને આચાર્યા શ્રીમતી પીન્કીબેન માળીએ માર્ગદર્શન આપ્યું.
તા. 5.9.2023 – સ્વચ્છતા શાળા પ્રદર્શન દિવસ
તા. 5.9.2023 – સ્વચ્છતા શાળા પ્રદર્શન દિવસ દરમિયાન જીવનભારતી કુમારભવન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંસ્વચ્છતા અંગેનું પ્રદર્શન રાખવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થીઓએ નિબંધ, સ્લોગન, કવિતા, ચિત્ર, મોડેલ બનાવવા વગેરે જેવી પ્રવૃત્તિઓની સુંદર રજૂઆત કરી. શાળાના શિક્ષકો અને આચાર્યાશ્રી પીન્કીબેન માળીએ પ્રદર્શન નિહાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું.
તા. 6.9.2023 – શાળામાં ગ્રીન સ્કૂલ ડ્રાઇવ દિવસ
તા. 6.9.2023 – શાળામાં ગ્રીન સ્કૂલ ડ્રાઇવ દિવસ દરમિયાન જીવનભારતી કુમારભવન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં એક પ્રદર્શન યોજવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થીઓએ અલગ અલગ થીમ પર સ્લોગન, પોસ્ટર, પેમ્પલેટ, ચિત્રો બનાવ્યા. આ પ્રદર્શનની મદદથી વિદ્યાર્થીઓએ પાણી બચાવવા અંગેનો મેસેજ આપ્યો. શાળાની દિવાલ પર વિવિધ પોસ્ટર લગાડયા. વિદ્યાર્થીઓએ બધાને ઓછામાં ઓછું ૧ લીટર પાણી બચાવવું, પાણીના કુદરતી સ્ત્રોતની જાળવણી કરવાનું સુચન કર્યું. પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળવો. તેના માટે પણ પોસ્ટર રજુ કર્યું. પાણીનો વ્યય ન કરવો. શાળાના શિક્ષકો અને આચાર્યાશ્રી પીન્કીબેન માળીએ નિદર્શન પદ્ધતિની મદદથી વિદ્યાર્થીઓને પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા માટેના સૂચનો કર્યા. પ્રદર્શનમાં ધો. 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધા પણ રાખવામાં આવી હતી.
તા. 8.9.2023 – સ્વચ્છતા પાર્ટીસીપેશન દિવસ
તા. 8.9.2023 – શાળામાં સ્વચ્છતા પાર્ટીસીપેશન દિવસ દરમિયાન જીવનભારતી કુમારભવન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં નિબંધ, સ્લોગન સ્કીટ, પેઇન્ટિંગ, મોડેલ બનાવવા, ક્વીઝ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા ઉપર ડીબેટ પણ રાખવામાં આવી હતી. જેમાં ધો. 9 થી 12ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીથો હતો. શાળાના શિક્ષકો અને આચાર્યાશ્રી પીન્કીબેન માળીએ વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડયું.
તા. 9.9.2023 – હેન્ડ વોશ દિવસ
તા. 9.9.2023 – શાળામાં હેન્ડ વોશ દિવસ દરમિયાન જીવનભારતી કુમારભવન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં વિદ્યાર્થીઓને દૈનિક જીવનમાં હાથ ધોવાની સાચી રીત સમજાવવા શાળાના આચાર્યાશ્રી પીન્કીબેન માળીએ માર્ગદર્શન પૂરું પાડયું. જમતા પહેલા અને જમ્યા બાદ સાબુથી હાથ ધોવા અને હાથ ધોયેલું પાણી શાળાના ગાર્ડનમાં જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી. પાણીથી થતા રોગોની સમજુતી આપી. વિદ્યાર્થીઓને સ્વચ્છતા માર્ગદર્શન આપ્યું. આજરોજ શાળામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો.
તા. 11.9.2023 – પર્સનલ હાઈજીન દિવસ
તા. 11.9.2023 – શાળામાં પર્સનલ હાઈજીન દિવસ દરમિયાન જીવનભારતી કુમારભવન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા માટે ઓડિયો વિઝયુઅલ પ્રોગ્રામ રાખવામાં આવ્યો.
નખ કાપવા, સ્વચ્છ પાણીથી સ્નાન કરવું, સ્વચ્છ કપડાં પહેરવા, સ્વચ્છ બુટ-મોજાં પહેરવા, પર્સનલ વસ્તુ બીજા સાથે શેર ન કરવી, દિવસમાં બે વાર બ્રશ કરવું, બાથરૂમનો વ્યવસ્થિત ઉપયોગ કરવો. પીવાના પાણીની વ્યવસ્થા પાસે સ્વચ્છતા જાળવવી. શાળામાં અને ઘરે પોતાની જાતની પણ સ્વચ્છતા જાળવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પોતાના વર્ગની સફાઈ કરી. વર્ગમાં સ્વચ્છતા માટેની સ્પર્ધા પણ રાખવામાં આવી. શિક્ષકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું. ઇકો ક્લબ અને વિદ્યાર્થીઓ બનાવવામાં આવેલ ઔષધી ગાર્ડનની પણ સફાઈ કરવામાં આવી. શાળાના આચાર્યાશ્રી પીન્કીબેન માળીએ વર્ગખંડમાં જઈને વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડયું.
તા. 12.9.2023 – કમ્યુનીટી આઉટરીચ દિવસ
તા. 13.9.2023 અને 14.9.2023 – શાળામાં સ્વચ્છતા એક્શન પ્લાન દિવસો
તા. 13.9.2023 અને 14.9.2023 – શાળામાં સ્વચ્છતા એક્શન પ્લાન દિવસો દરમિયાન જીવનભારતી કુમારભવન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ડૉ. આશિષભાઈ નાયક (ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર) ના માર્ગદર્શન હેઠળ પધારેલ ટીમ દ્વારા વિદ્યાધીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. આ સેમિનારના નીચેના સભ્યો હાજર રહ્યા.
(1) Parth Parmar (ass.zonal co-ordinator)
(2) S.G.Patel (Chief sanitary inspector)
(3) Shailesh Vaidya (Sanitary sub inspector)
(4) Divya Kalra (Innovate4India)
(5) Shaily Bansal (Innovate4India)
આ સેમિનારમાં વિદ્યાર્થીઓને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા કચરાના નિકાલ માટેની સમજૂતી આપવામાં આવી. ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે કવિઝનું આયોજન કરવામાં આવ્યું. સ્વચ્છતા જાળવવા માટે વિદ્યાર્થીઓ પાસે શપથ લેવડાવવામાં આવ્યા. શાળાના આચાર્યાશ્રી પિંકીબેન માળી અને શિક્ષકોએ વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું.
સ્વચ્છતા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે જીવનભરતી કુમારભાવનમાં સુરત મહાનગરપાલીકા દ્વારા ક્વિઝ કોમ્પિટિશન રાખવામાં આવી હતી. જેમાં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં સુરતની વિવિધ શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં જીવનભારતી કુમારભવનનો ધોરણ 10 નો વિદ્યાર્થી પટેલ ભવ્ય મનીષકુમારે એ તૃતીય ક્રમ આવ્યો હતો. મહાનગરપાલિકાની ટીમના હસ્તે ઇનામ આપવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય શ્રીમતી પિન્કીબેન માળીએ વિદ્યાર્થીને અભિનંદન પાઠવ્યા હતા.