ખૂબજ હર્ષ તેમજ ગૌરવ સાથે જણાવતાં આનંદની લાગણી અનુભવીએ છીએ, કે NJ Charitable Trust અને Rotary Club of Udhna સંયુક્ત ઉપક્રમે આયોજિત SCI-FI An Innovation Fair માં 70 શાળાઓએ ભાગ લીધો હતો. જીવનભારતી દ્વારા શ્રી અમી નાયક – Director Research Lab નાં માર્ગદર્શન હેઠળ ચાર પ્રોજેકટ ૨જુ ક૨વામા આવ્યા હતાં. જેમાં જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલય, પ્રાથમિક વિભાગનાં વિદ્યાર્થીઓ ચિ. ગિરિજા, શૈલજા અને પ્રાચી દ્વારા રજુ કરવામાં આવેલ “ Distance Measuring Device ” પ્રોજેક્ટ પ્રથમ ક્રમ મેળવી દ્યાનનઇર જાહેર થયેલ છે અને જીવનભારતી કિશોરભવનનાં વિદ્યાર્થીઓ ચિ. વત્સલ, પાર્થ અને દેવસ્ય દ્વારા મુકવામાં આવેલ Electrical Chimney પ્રોજેકટ દ્વિત્તિય ક્રમ મેળવી Runner up થયેલ છે. ભાગ લેનાર વિદ્યાર્થીઓને રોકડ રકમ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવેલ છે. જેમનાં જ્ઞાન તથા રચનાત્મકતા વિના આ સિધ્ધિ મેળવવી મુશ્કેલ હતી. ખૂબજ નોંધનીય બાબત એ છે કે, ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ Atal Lab દ્વારા ચલાવાતા Artificial Intelligence (AI) Coding class નાં વિદ્યાર્થીઓ છે. ભાગ લેનાર વિદ્યાર્થીઓને જીવનભારતી મંડળ અભિનંદન પાઠવે છે. અમી નાયક નિયામક – રીસર્ચ લેબ માનમંત્રી જીવનભારતી મંડળ, સુરત.