You are currently viewing જન્માષ્ટમી કાર્યક્રમ – મો. વ. બુનકી બાળભવન

જન્માષ્ટમી કાર્યક્રમ – મો. વ. બુનકી બાળભવન

જીવન ભારતી મંડળ સંચાલિત મો. વ. બુનકી જીવન ભારતી બાળભવનમાં જન્માષ્ટમીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અતિથિ વિશેષ તરીકે શ્રી ભરતભાઈ કાપડિયા અને પલ્લવીબેન કાપડિયા ઉપસ્થિત રહ્યા હતા.જન્માષ્ટમી એટલે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ. તેમનો જન્મ શ્રાવણ વદ આઠમની રાતે મથુરાની જેલમાં થયો હતો.આ કાર્યક્રમમાં સિનિયર કે જીના બાળગોપાલ અને ગોપીઓ દ્વારા કૃષ્ણની નૃત્યનાટિકા અને રાસલીલાની રમઝટ માણવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ આચાર્યાશ્રી રચનાબેન ચોખાવાળા ના માર્ગદર્શન હેઠળ તમામ શિક્ષિકા બહેનો દ્વારા સંપન્ન કરવામાં આવ્યો હતો. જેલમાં જન્મ , ગોકુળમાં બાળપણ, વ્રજમાં રાસલીલા, હસ્તિનાપુરમાં રાજનીતિ , દ્વારકામા શાસન એવા જગત ગુરુ એવા શ્રી કૃષ્ણને કોટી કોટી વંદન.