દિનાંક 15/ 8/ 2024 ગુરુવારના રોજ જીવનભારતી મંડળ, ટીમલિયાવાડ, નાનપુરા,સુરત ખાતે 78મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે રાષ્ટ્રની શાન રાષ્ટ્રધ્વજને લહેરાવી શાળાના વિદ્યાર્થીઓ વીર શહીદ જવાનોની શૌર્ય ગાથાને જાણે એવા શુભ આશયથી ડૉ .ચંપકલાલ ઝવેરચંદ શાહ ગ્રંથાલય અને પ્રકલ્પ સંસાધન કેન્દ્ર દ્વારા દિનાંક 15 /8/2024ના રોજ જીવનભારતી મંડળના અધ્યક્ષ શ્રી ભાનુકુમાર શાહના વરદ્હસ્તે મુખ્ય અતિથિવિશેષ શ્રી અભિજિત પરિયાલની ઉપસ્થિતિમાં “કારગિલ યુદ્ધ રજત જયંતિ – 2024” પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું. દીપ પ્રાગટ્ય વિધિ સંપન્ન કર્યા બાદ અતિથિ વિશેષ અભિજિત પરિયાલનો પરિચય ગ્રંથાલયમાં કાર્યરત મીનાક્ષીબેન દ્વારા આપવામાં આવ્યો તેમજ ભાનુભાઈના હસ્તે તેમને સ્મૃતિભેટ અર્પણ કરવામાં આવી.પ્રદર્શનના ઉદઘાટન સમારંભમાં જીવનભારતી મંડળના તમામ હોદ્દેદારો તમામ ભવનના આચાર્યશ્રીઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. અતિથિવિશેષશ્રીએ મુલાકાતીઓને પ્રથમ વિશ્વ યુદ્ધથી શરૂ કરી કારગિલ યુદ્ધ માટે તેમણે બનાવેલ વિવિધ મોડેલની સમજૂતી આપી આપણા ઐતિહાસિક વારસાને વાગોળ્યો. આ પ્રદર્શન તારીખ 15 /8 /2024 ને ગુરુવાર 9:30 કલાકથી તારીખ 17/ 8/ 2024 ને શનિવારના 12 કલાક સુધી નિહાળી શકાશે.