જીવનભારતી મંડળ સંચાલિત શ્રી આર. ડી. ઘાએલ જીવનભારતી મા. વિ. અને શ્રીમતી વી. બી. એન. શાહ જીવનભારતી ઉ. મા. વિ. નો વાર્ષિકોત્સવ ‘જનની’

શ્રી આર ડી. ઘાએલ જીવનભારતી મા. વિ. અને શ્રીમતી વી. બી. એન શાહ જીવનભારતી ઉ. મા. વિ. સર્વાંગી વિકાસલક્ષી અભિગમ તથા અજોડ સંસ્કૃતિક પરંપરાને અંક્બદ્ધ રાખી માતૃભાષા માતૃભૂમિની ગૌરવગાથા પ્રસ્તુત કરતો વાર્ષિકોત્સવ ‘જનની’ તા. ૧૩.૦૨.૨૦૨૩નાં રોજ જીવનભારતી પટાંગણમાં યોજાયો હતો. જેમાં બાળકો ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકોને આ કાર્યક્રમ માટેની પૂર્વતૈયારી માટે સૌ શિક્ષકમિત્રોએ તનતોડ મહેનત કરી હતી. શાળાનાં આચાર્યાશ્રી પિંકીબેન માળીએ સમગ્ર કાર્યક્રમની સફળતા માટે અમૂલ્ય માર્ગદર્શન પૂરું પડયું હતું . આ કાર્યક્રમ જીવનભારતી મંડળના અધ્યક્ષ શ્રી ભાનુકુમાર શાહ, કોષાધ્યક્ષ શ્રીહરેશભાઈ જરીવાલા, કારોબારી સભ્ય શ્રી મયંકભાઈ ત્રિવેદી અને ચંદ્રસિંહભાઈ કોસમીયાની પ્રેરક ઉપસ્થિતિએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો ઉત્સાહ વધાર્યો હતો. જીલ્લાશિક્ષણાધિકારી શ્રી કચેરીમાંથી EI શ્રી હિમાંશુભાઈ બારાટે, ADI શ્રી અલ્પેશભાઈ પિપળિયા અને વહિવટી અધિકારી શ્રી જેમિનીબેન પરમાર ઉપસ્થિત રહ્યા હતા જેઓનું સન્માન શાળાનાં આચાર્યાશ્રી પિંકીબેન માળી અને નિરીક્ષક શ્રી સરીતાબેન વસાવાએ પુષ્પગુચ્છ અર્પણ કરીને કર્યું હતું.

સમગ્ર કાર્યક્રમને સૌ વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મહેમાનશ્રીઓ મન મૂકીને માણ્યો હતો. અંતે રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમની પૂર્ણાહુતી થયી હતી.

નોંધ: સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉદ્ઘોષક તરીકેની જવાબદારી શ્રી સુનીલભાઈ ચૌહાણ, શ્રી વિલિયમ સ્નેહી, શ્રીમતી અનિતાબેન પટેલ અને શ્રીમતી સેજલબેન પરમારે સુપેરે નિભાવી હતી.