જીવનભારતી કિશોરભવન પ્રાથમિક વિભાગ શ્રેણી1થી5
વાર્ષિકોત્સવ: આદિકવિ નરસિંહ મહેતા

15મી સદી એટલે આદિકવિ નરસિંહ મહેતાનો યુગ અને 15મી ફેબ્રુઆરી એટલે જીવનભારતી કિશોરભવનમાં આદિકવિ નરસિંહ મહેતા આધારિત વાર્ષિકોત્સવ કેવો અજબનો સંયોગ! નવણી ધી જ અમારા ભવનના આ કાર્યક્રમમાં શ્રેણી1 થી 5ના 400 જેટલા બાળકોએ ભાગ લીધો હતો.જીવનભારતી મંડળના મંત્રીશ્રી ડૉ. કેતનભાઇ, ભવન પ્રતિનિધિ શ્રી ડો.પ્રજ્ઞેશભાઈ, ખજાનચી શ્રી હરેશભાઇ, વિવિધ ભવનના આચાર્યો તેમજ નિરીક્ષકો, શિક્ષકો અને ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ પણ ઉપસ્થિત રહયા હતા જે અમારા સૌ માટે ગર્વની વાત છે. અમારા કાર્યક્રમમાં નરસિંહ મહેતાના જન્મથી લઈ હારસમયના પ્રસંગ દરમ્યાન આવતી વિવિધ કૃતિઓ જેવા કે નરસિંહ મહેતાના પ્રભાતિયાં, રાસ, હૂંડી, કુંવરબાઈનું મામેરું અને વૈષ્ણવ જન તો..અમારા નાના ભૂલકાઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી. આજની પેઢી જે નરસિંહ મહેતા વિશે જે બાબતોથી અજાણ હતી તેને અમારા બાળકોએ તમામ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ મંચ પર ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે તે બદલ સૌને અભિનંદન…..