જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલય મા. અને ઉ. મા. વિભાગ વાર્ષિકોત્સવ “અનેરો ઓચ્છવ”

જીવનભારતી મંડળ પ્રેરિત પ્લેટિનમ જ્યુબિલી મહોત્સવ “સાહિત્ય” ના દ્વિતીય દિને દિનાંક 14/02/2023 ને મંગળવારના રોજ પ્રવૃત્તિ વિદ્યાલય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગનો વાર્ષિકોત્સવ કાર્યક્રમ અનેરો ઓચ્છવ” શીર્ષક હેઠળ જીવનભારતીના પટાંગણમાં યોજવામાં આવ્યો હતો. વાર્ષિકોત્સવના કાર્યક્રમની પ્રસ્તુતિમાં તમામ તહેવારોને આવરી લેવામાં આવ્યાં હતા. ગુજરાતી ભાષાની સાથે અંગ્રેજી ભાષાનો સમન્વય સાધી ઉત્સવો અને પ્રતીકો પાછળ રહેલાં સાંસ્કૃતિક રહસ્યોને પ્રસ્તુત કરવામાં આવ્યા. કાર્યક્રમનો આરંભ 7:00 કલાકે કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જીવનભારતી મંડળના તમામ હોદ્દેદારો, તમામ ભવનના આચાર્યો, નિરોક્ષકો, વાલીમંડળના હોદ્દેદારો, વાલીમિત્રો,  ભૂતપૂર્વ શિક્ષકમિત્રો, આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યાં. દીપપ્રાગટય વિધિ અને ભારતીય સંસ્કૃતિની ધરોહર સમા નૃત્ય ગણેશવંદના અને સરસ્વતીનંદના દ્વારા પ્રાર્થનાની પ્રસ્તુતિ થઈ. ત્યારબાદ દિવાળી, હોળી, રાષ્ટ્રિય તહેવાર, રક્ષાબંધન, શિવરાત્રી, ગણેશોત્સવ, જન્માષ્ટમી, એક પાત્રીય અભિનય, પિરામીડ, નવરાત્રી તહેવારોની ઉજવણી પ્રસ્તુત થઈ. અંતિમ કૃતિમાં તમામ તહેવારને આવરી લેતુ ‘થીમ સોંગ’ રજૂ કરવામાં આવ્યું. તેમાં ગુરુવંદનાને પણ સામેલ કરવામાં આવી હતી.