જીવનભારતી મંડળ સંચાલિત મીતા રાજન શાહ પ્રેરિત સ્પેશિયલ એજ્યુકેશન ભવન માં વિદ્યાર્થીઓના ભવિષ્યના ઘડતર રુપ તેઓ પોતે સ્વાવલંબી બને અને સ્વનિર્ભર થાય અને સમાજમા તેમનો વ્યવહારિક દ્રષ્ટિકોણ વધે તે હેતુ સહ શાળા પરિવાર વતી શાળામા વિદ્યાર્થીઓના જ વાલીશ્રીઓ (દેવમ-પ્રિયંકાબહેન, અયાન-ડિંકીબહેન, રિચા-રીનાબહેન) ના સહકારથી વિદ્યાર્થીઓ માટે ડમી શાકમાર્કેટ ઉભું કર્યું હતું જેના દ્વારા બાળકોને વસ્તુઓની ઓળખ સાથે જરૂરી વસ્તુઓની ખરીદી કરાવી માનસિક ગણિત, અને લેવડ-દેવડ અંગેની વ્યવહારિક પ્રક્રિયા સમજાવવામા આવી હતી. શાળાની આ શૈક્ષણિક પ્રવૃતિમાં બાળકોના જવાબદારી પૂર્વકના સર્વાંગી વિકાસના ઘડતરમા મહત્વની ભૂમિકા ભજવવા માટે મહત્વનો ફાળો આપનારા આ તમામ વાલીશ્રીઓનો શાળા પરિવાર આભારની લાગણી વ્યક્ત કરે છે..