સનરાઈઝ મનોદિવ્યાંગ વેલફેર સેન્ટર અને લાયન્સ ક્લબ ઓફ સુરત નોર્થ ના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગતા દિન 2022 ની ઉજવણી નિમિત્તે મનોદિવ્યાંગ બાળકો ની ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી જેનો વિજેતા બાળકોનો પુરસ્કાર અર્પણ સમારંભ યોજાયો હતો, સુરત શહેરની 11 જેટલી મનોદિવ્યાંગ બાળકોની સ્પેશિયલ સ્કૂલના 99 બાળકોને સુંદર ટ્રોફીઓ અર્પણ કરવા આવી હતી જેમાં “જીવનભારતી મંડળ સંચાલિત મીતા રાજન શાહ પ્રેરિત સ્પેશિયલ એજ્યુકેશન ભવન ના 9 વિદ્યાર્થીઓ વિજેતા થઈ સુંદર ટ્રોફીઓ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું હતું.”