GUJARATI BHASHA OLYMPIAD

ગુજરાતમાં ૨૦૧૦થી આપણી માતૃભાષા ‘ગુજરાતી’ના સંવર્ધનનું અભિયાન શરૂ થયું છે. જીવનભારતી મંડળ, સુરત અને ડૉ.સી.ઝેડ.શાહ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આપણી માતૃભાષા ‘ગુજરાતી’ ના સંવર્ધનનાં શુભ હેતુથી વર્ષ ૨૦૧૪-૧૫થી “ગુજરાતી ભાષા ઓલિમ્પિયાડ” અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવાનું શરુ કર્યું છે.

વર્ષ ૨૦૧૪-૧૫માં “ગુજરાતી ભાષા ઓલિમ્પિયાડ” અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સુરત શહેરની ૮૦ જેટલી શાળાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

વર્ષ ૨૦૧૬-૧૭માં “ગુજરાતી ભાષા ઓલિમ્પિયાડ”  માં કાવ્યપઠન, વકતૃત્વ સ્પર્ધા,વાર્તાલેખન, શબ્દશોધ, નાટયપઠન, નાટયલેખન, પુસ્તક પરિચય જેવી સ્પર્ધાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અહીં ભાષા સાથે જોડાયેલ કુલ ૧૭ સ્પર્ધાઓ થઇ હતી. તેમાં કુલ ૪૬ શાળાઓ, ૩૭૩ વિદ્યાર્થીઓ તથા ૫૦ જેટલા શિક્ષકો જોડાયા હતા. જેમાંથી ૫૫ વિદ્યાર્થીઓ અને ૬ શિક્ષકો વિજેતા થયા હતા. આ સ્પર્ધાઓની પૂર્ણાહુતિ તેમજ પારિતોષિક વિતરણ સમારંભ, “વિશ્વ માતૃભાષા ગૌરવદિનની ઉજવણી” અને  ડૉ. સી.ઝેડ.શાહ સાહેબની ષષ્ઠી પુણ્યતિથિ જેવા ત્રિવિધ કાર્યક્રમની ઉજવણી જીવનભારતી રંગભવન નિમિત્તે તા.૨૮-૨-૨૦૧૭ ના રોજ મુખ્યમહેમાન તરીકે સાહિત્યકાર અને કેળવણીકાર શ્રી મનસુખભાઈ સલ્લાને આમંત્રિત કરાયા હતા. જેઓએ “માતૃભાષાનું ગૌરવ : આપણા હાથની વાત” વિષય પર મનનીય વક્તવ્ય રજુ કર્યું હતું.

 

RECENT POSTS