ગ્રંથાલયનો પરિચય
જીવનભારતી મંડળ સંચાલિત ડૉ.ચપંકલાલ ઝવેરચંદ શાહ ગ્રંથાલય અને પ્રકલ્પ સંસાધન કેન્દ્રની સ્થાપના શ્રી રવીન્દ્રભાઈ દવે (પૂર્વ નિયામક, યુનેસ્કો ઇન્સ્ટીટયુટ ઓફ એજ્યુકેશન, જર્મની ) ના વરદ હસ્તે તથા શ્રી પુરષોતમ જી. પટેલ (પૂર્વ આચાર્ય, શિક્ષણ મહાવિદ્યાલય, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ) અને શ્રી એચ.એસ.કોહલી (એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર, રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ, હજીરા) ની ઉપસ્થિતિમાં તા.૧૬મી ફેબ્રુઆરી ૨૦૦૬ ના રોજ ઉદઘાટન થયું.
આજે બાળકો પાસે અમર્યાદિત પ્રવૃત્તિઓ રહેલી છે તેને પરિણામે બાળકોની વાચન પ્રત્યે રુચિ ઓછી જોવા મળે છે. શાળા ગ્રંથાલયમાં જઈને બાળકો વાચન કરે, કંઇક નવું જાણે અને કંઇક મૌલિક પ્રદાન કરે એવું ઓછુ જોવા મળે છે. આ પરિસ્થિતમાં બાળકોને ગ્રંથાલય તરફ વાળવા માટે જીવનભારતીના મધ્યસ્થ ગ્રંથાલય ધ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
Audio Player