પ્રવૃત્તિ વિદ્યાલય નિમ્ન પ્રાથમિક વિભાગ
સને ૧૯૮૩માં જીવનભારતી મંડળે સ્વ. શ્રી કુસુમબેન શાહે પ્રવૃત્તિ વિદ્યાલયનો આરંભ કર્યો હતો. પ્રવૃત્તિ વિદ્યાલયની શરૂઆત ૩૦ વિદ્યાર્થીઓથી થઇ હતી. અત્યારે બાળપણથી માધ્યમિક વિભાગ સુધી લગભગ ૧૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. પ્રવૃત્તિ વિદ્યાલય પ્રાથમિક વિભાગમાં ૫૧૦ વિદ્યાર્થીઓ છે. પ્રવૃત્તિ વિદ્યાલયનો મુખ્ય હેતુ સર્વાંગી શિક્ષણ – ‘સમગ્ર માનવીની કેળવણી’ જીવનભારતી સંસ્થાના આદ્યસ્થાપક પૂ.ચંદ્રવદન શાહ તથા સ્વ.શ્રી કુસુમબહેન શાહના સ્વપ્નરૂપી પ્રવૃત્તિ વિદ્યાલયને જીવનભારતીના મંડળના હોદેદારશ્રીઓનાં પ્રયત્નથી શહેરમાં શિક્ષણરૂપી સુવાસ પાથરી છે
અમારી પ્રવૃત્તિઓ
શાળાની વિશેષતા
દરેક વર્ગમાં વિદ્યાર્થીઓની મર્યાદિત સંખ્યા છે.શિક્ષકો વિદ્યાર્થીઓ પર વ્યક્તિગત ધ્યાન રાખી શકે છે.અદ્યતન ઉપકરણોથી સજ્જ કમ્પ્યૂટર લેબ, સાયન્સ લેબ, લેંગ્વેજ લેબ,સ્માર્ટક્લાસ અને લાયબ્રેરીની સુવિધા છે.સંમેલન કાર્યક્રમમાં પ્રાર્થના,સુવિચાર,અભિનયગીત,વાર્તા,પ્રસંગને અનુરૂપ પ્રવચનનું આયોજન થાય છે. દર વર્ષે જુદાં જુદાં વિષય અનુરૂપ જેવા કે વિજ્ઞાનમેળો,ફૂલમેળો,રંગમેળો,પક્ષીમેળાનું આયોજન અને દરેક તહેવારની ઉજવણી કરવામાં આવે છે.શાળાકીય સ્પર્ધા અને બાહયસ્પર્ધામાં વિદ્યાર્થીઓને ભાગ લેવડાવી તેમની આંતરિક શક્તિઓ ખીલવવામાં આવે છે.સમગ્ર કાર્યક્રમનો હાર્દ ‘બાળક’ છે.બાળકની સર્વાંગી કેળવણીની સંસ્થા એટલે જ પ્રવૃત્તિ વિદ્યાલય.
અમારી સિદ્ધિઓ
અભિનંદન
તા: ૭/૧૧/૧૭ ના રોજ વિબ્યોર હાઈસ્કૂલ ડુમસ રોડ સુરત ખાતે યોજાયેલ સ્કેટિંગ સ્પર્ધામાં ૬ વર્ષની અંદર મોહંમદ સદાબે ગોલ્ડ મેડલ મેળવેલ છે અને ૮ વર્ષની અંદર નેમલવાલાએ ગોલ્ડ, મહેતા રુદ્ર્રે સિલ્વર અને મહેતા રુશીને બ્રોન્ઝ મેડલ મેળવેલ છે. જેમના કોચ તરીકે શ્રી ઈફરાન અનસારી, રાજ ઘીવાળા અને ઇન્ચાર્જ તરીકે શ્રી વિકાસ જરીવાળાએ ફરજ બજાવી છે. આચાર્યાશ્રી સુષ્માબહેન દેસાઈ તથા શાળા પરિવારે તમને અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા.
અભિનંદન
સુરત મહાનગરપાલિકા કક્ષા કલામહાકુંભ ૨૦૧૭ આયોજિત પ્રવૃત્તિ વિદ્યાલય પ્રાથમિક વિભાગમાં ૧૦ વર્ષથી નાના વિદ્યાર્થીઓના ગ્રુપમાં એકપાત્રીય અભિનય સ્પર્ધામાં કુ. સૃષ્ટિ શાહે દ્રૌપદીનું પાત્ર ભજવી ઝોનકક્ષાએ પ્રથમ અને જીલ્લાકક્ષાએ દ્વિતીયક્રમ મેળવી રૂા. 750 નું રોકડ ઇનામ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. તેમજ સમૂહગીતમાં ધોરણ ૪ અને ૫ ના વિદ્યાર્થીઓએ ઝોનકક્ષાએ પસંદગી પામી જીલ્લાકક્ષાએ સુંદર દેખાવ કર્યો હતો. આચાર્યાશ્રી સુષ્માબહેન દેસાઈ તથા શાળા પરિવારે તમને અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા.
અભિનંદન
ગ્લોબલ માર્શલ આર્ટસ એકેડમી આયોજિત રાજ્યકક્ષાની સાઉથ ગુજરાત ઇન્ટર સ્કૂલ સ્પર્ધા અંતર્ગત કાતા, પુશ અપ, રોપ સ્કીપીંગ સ્પર્ધામાં પ્રવૃત્તિ વિદ્યાલય, પ્રાથમિક વિભાગ શ્રેણી: ૧ થી ૫ ના વિદ્યાર્થીઓએ ભાગ લઇ ૫ ગોલ્ડ, ૭ સિલ્વર, ૮ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી “ચેમ્પિયન ઓફ દિ ચેમ્પિયન” બની ટ્રોફી તેમજ પ્રમાણપત્ર પ્રાપ્ત કરી શાળાને ગૌરવ પ્રાપ્ત કરાવ્યું છે.
અભિનંદન
માનવ વિકાસ કેન્દ્ર તથા જીવનભારતી મંડળ દ્વારા આયોજિત શિક્ષકો માટેની વાર્તાલેખન સ્પર્ધામાં ૨૯૪ સ્પર્ધકોમાંથી પ્રવૃત્તિ વિદ્યાલય, પ્રાથમિક વિભાગના મદદનીશ શિક્ષિકા શ્રી બ્રિજલબહેન પટેલે તૃતીયક્રમ પ્રાપ્ત કરી રૂા. ૫૦૧/- નું રોકડ ઈનામ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે.
અભિનંદન
વર્ષ: ૨૦૧૬-૧૭ વર્ષના ખેલમહાકુંભ સ્પર્ધામાં આપણી શાળાના ખેલાડી મહી ખલાસીએ (૫-બ) ૧૪ વર્ષની અંદરના ગૃપમાં જીમ્નાસ્ટીકસ સ્પર્ધામાં ફ્લોર એકસરસાઈઝમાં બીજોક્રમ, બેલેન્સીંગ બીમમાં ત્રીજોક્રમ મેળવી સિલ્વરમેડલ, બ્રોન્ઝ મેડલ અને સર્ટિફિકેટ પ્રાપ્ત કરેલ છે. આ ઉપરાંત સરકાર તરફથી બીજાક્રમ માટે રૂા. ૭૦૦૦/- તથા ત્રીજાક્રમ માટે રૂા. ૫૦૦૦/- મેળવનાર છે.
ફોટો ગેલેરી
Your Content Goes Here