પ્રેસીડન્સી એજ્યુ ટ્રસ્ટ આયોજિત આંતરશાળા સ્પર્ધામાં “રાજા – રાણી” પાત્રની મૌખિક વાર્તાલાપ દ્વારા ફેન્સી ડ્રેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જીવનભારતી મંડળ સંચાલિત તારામોતી જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલય બાળભવનના વિદ્યાર્થી પટેલ સ્વરા જસ્મીનભાઈ અને પ્રજાપતિ આર્યન ભરતભાઈ એ ગંગા અને શાન્તનું ના પાત્રની સુંદર રજૂઆત કરી પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. સુરત શહેરની આ આંતરશાળા સ્પર્ધામાં લગભગ ૨૨ જેટલી શાળાઓએ ભાગ લીધો હતો.બાળકોની આ સિધ્ધીને શાળા પરિવારે અભિનંદન અને આશિષ પાઠવી બિરદાવી હતી.

Leave a Reply