જીવનભારતી કિશોરભવન નિમ્ન પ્રાથમિક વિદ્યાલય

Kl Home2023-02-09T14:36:24+09:00

કિશોરભવન શ્રેણી ૧ થી ૫

૩જી જુલાઈ ૧૯૪૬ ના રોજ સાકાર થયેલું શાહભાઈનું સ્વપ્ન એટલે જીવનભારતી. જીવનભારતી વટવૃક્ષની એક શાખા એટલે શ્રીમતી કેસરબેન પૂનમચંદ ગાંધી નિમ્ન પ્રાથમિક વિદ્યાલય હાલમાં શ્રેણી ૧ થી ૫ ના ૨૦ વર્ગોમાં ૧૨૪૨ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહયા છે. શાળામાં તાલીમ પામેલ નિષ્ણાંત શિક્ષકો દ્વારા શિક્ષણકાર્ય કરાવવામાં આવે છે. શાળાની વિશેષતા એટલે……….

(૧) સંમેલન  (૨) સફાઈ  (૩) શાળામાં તૈયાર થયેલ બપોરનો નાસ્તો  (૪) સ્વાધ્યાય પદ્ધતિ જે આજ પર્યત ચાલુ છે.

શિક્ષણ પદ્ધતિ

બાળકના સર્વાંગી વિકાસને મહત્વ આપવામાં આવતું હોય અભ્યાસિક વિષયોની સાથે સાથે સહઅભ્યાસિક વિષયોની અભ્યાસ કરાવવામાં આવે છે. પાઠ્યપુસ્તકની સાથે સાથે મલ્ટીમીડિયાના ઉપયોગથી અભ્યાસને સરળ બનાવવામાં આવે છે. બાળકની ક્ષમતા, શીખવાની આવડત, વિષય પ્રત્યેની રુચિ તેમજ સમાજની અપેક્ષાને ધ્યાનમાં રાખી બાળ ઘડતરનો પ્રયત્ન કરવામાં આવે છે. કાંતણવણાટ વિષય શીખવતી એકમાત્ર શાળા એટલે કિશોરભવન. માતૃભાષાના શિક્ષણને ખૂબ મહત્વ આપવામાં આવે છે. માતૃભાષા ઓલિમ્પિયાડ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજી માતૃભાષાનું સંવર્ધન કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

Recent Post

વાર્ષિકોત્સવ “આદિકવિ નરસિંહ મહેતા”

જીવનભારતી કિશોરભવન પ્રાથમિક વિભાગ શ્રેણી1થી5 વાર્ષિકોત્સવ: આદિકવિ નરસિંહ મહેતા 15મી સદી એટલે આદિકવિ નરસિંહ મહેતાનો યુગ અને 15મી ફેબ્રુઆરી એટલે જીવનભારતી કિશોરભવનમાં આદિકવિ નરસિંહ મહેતા આધારિત વાર્ષિકોત્સવ કેવો અજબનો સંયોગ! નવણી ધી જ અમારા ભવનના

તંદુરસ્ત આહાર, તંદુરસ્ત બાળ પ્રદર્શન

જીવનભારતી કિશોરભવન દ્વારા તારીખ 27/ 12/ 2022 મંગળવારના રોજ ધોરણ 1થી 5ના બાળકો દ્વારા તંદુરસ્ત આહાર તંદુરસ્ત બાળ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું જેમાં શ્રેણી 1ના બાળકોએ ફળોની વેશભૂષાની જીવંત રજૂઆત કરી. શ્રેણી: 2ના બાળકોએ શાકભાજીની વેશભૂષા, અભિનય ગીત વગેરે

સ્કૂલ ચલે હમ …

૨૦ માસ બાદના લાંબા કપરા સમયગાળા બાદ ભૂલકાઓનો થનગનાટ, તેમના મોઢા પરનું હાસ્ય, મલકતો ચહેરો જોઇને સ્કૂલ ખીલી ઊઠી. માં સરસ્વતીનું મંદિર ઘંટનાદથી ગાજી ઊઠયું. વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોના ચહેરા પર અનેરી આભા અને ચમક દેખાઈ આવી. ઇન્ચાર્જ આચાર્યાશ્રી

Achievements

Upcoming Events

[ai1ec view="monthly" cat_name="Holiday"]
May 2024
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
Go to Top