તારામોતી જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલય બાળભવન
બાળકેળવણીનું પ્રથમ સોપાન…..
“પ્રત્યેક બાળક મહત્વનું છે.”
આ ઉક્તિને યથાર્થ કરવા બાળકેળવણીની પ્રારંભિક અવસ્થામાં શિક્ષણ અનૌપચારિક હોવું જરૂરી છે. જ્યાં બાળકને અનુભવજન્ય પ્રવૃત્તિમય શિક્ષણક્રમ સાથે શારીરિક અને માનસિક ક્ષમતાઓના વિકાસ માટે આત્મવિશ્વાસ લાગણીમય વાતાવરણ સ્વાસ્થ્ય અને સ્વચ્છતાસભર સંવેદનશીલતા અને નૈતિક મુલ્યો સહ અભ્યાસતરે પ્રવૃત્તિઓ માટે આનંદપ્રદ અને સક્ષમ માર્ગદર્શન પૂરું પાડવા માટે પ્રયત્નશીલતા જે બાળકને સર્વાંગી વિકાસ તરફ દોરી જાય છે.
ભાર વિનાનું ભણતર…
ભણતરનો અભિગમ…
સર્વાંગી કેળવણીનાં મૂળમંત્રને વરેલી સંસ્થા જીવનભારતી. જેમાં તારામોતી જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલય બાળભવનમાં “ભાર વિનાના ભણતર”નાં અભિગમ સાથે બાળકનાં જીવનઘડતરમાં અમૂલ્ય ફાળો આપતી પ્રવૃત્તિમય શૈક્ષણિક વ્યવસ્થા.
પ્રવૃત્તિમય શિક્ષણનાં પંચતત્વો…
જિજ્ઞાસા
સર્જનાત્મકતા
ટેકનોલોજી
સાહસિકતા
નૈતિકતા નીડરતા નેતૃત્વ.
અમારો હેતુ
બાળભવનની શૈક્ષણિક પધ્ધતિના કેન્દ્રમાં બાળક છે અને સમગ્ર શાળાકીય આયોજન બાળકેન્દ્રીય રીતે સફળતા પૂર્વક પરિપૂર્ણ કરવાની કટીબદ્ધતા સાથે સતત કાર્યરત રહી અમો આગળ ધપી રહયા છે.
અમારી કેળવણી
આ સાથે સંસ્કાર, શિક્ષણ, શિસ્ત અને સહકારની ભાવના,પ્રામાણિકતા અને જીવનકલા જેવા ઉમદા ગુણો બાળપણથી કેળવે તેવું વાતાવરણએ બાળભવનની આગવી વિશેષતા છે.