પ્રવૃત્તિ વિદ્યાલય વિશે…

કેળવણીના પિતામહ સમા સ્વ. શ્રી ચંદ્રવદન શાહ સાહેબે સરદાર વલ્લભભાઇની પ્રેરણાથી ૧૯૪૬ની ત્રીજી જુલાઈએ મુંબઈ રાજયના મુખ્યમંત્રી શ્રી બાલાસાહેબ ઠાકરેના શુભહસ્તે ‘જીવનભારતી’ નામની સ્વતંત્ર શાળાની સ્થાપના કરી.સતત શિક્ષણ અંગે વિચારતા સ્વ. શાહભાઈને એવું પ્રતીત થયું કે કેળવણીનો ભિન્ન અભિગમ સ્વીકારવાની તાતી જરૂરિયાત છે. આથી એમણે ૧૯૮૩માં ૩જી જુલાઈએ નવી સંકલ્પના સાથે સ્વ. શ્રી કુસુમબહેન ચંદ્રવદન શાહના નેજા હેઠળ પ્રવૃત્તિ વિદ્યાલય ની સ્થાપના કરી.

Send Your Inquiry Now!

ઈતર પ્રવૃત્તિઓ

બાળકોમાં સર્વાંગી વિકાસ થાય તે હેતુથી નીચેની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.

Animation Classes

3di School-Hydrabad

Smart Class

Mediapro Education

Technology Laboratory

MEXUS Education

English Language Laboratory

Words Worth

Karate Classes

Volleyball Classes

Yoga Classes

Library Classes

Aerobics

અમારું પ્રવૃત્તિમય પ્રવૃત્તિ વિદ્યાલય…

અમારું સંમેલન-તેમાં થતી વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે સમાચાર વાચન કોયડા ઉકેલ, ક્વિઝ વર્તમાન પત્રમાંથીએક સમાચાર વિશે ચર્ચા કરવામાં આવે છે તથા શિક્ષકો દ્વારા અઠવાડિક ઘટનાઓનું વિશ્લેષણ.સંમેલનમાં વિદ્યાર્થીઓના જન્મદિવસની શુભેચ્છા.પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપવાનો પ્રયાસ.વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે રમતોત્સવ, વાર્ષિક ઉત્સવ, વિવિધ પ્રદર્શનો દ્વારા બાળકોમાં સમૂહ ભાવના,

અમારી પ્રવૃત્તિઓ

જીવનભારતીની પારંપારિક પ્રણાલી

દૈનિક સંમેલન,શાળામાં જ બનતો પૌષ્ટિક નાસ્તો અને વિદ્યાર્થીઓ દ્વારા વર્ગ સફાઈ

આગામી કાર્યક્રમો

There are no upcoming events.

અમારી વિશિષ્ટ સિદ્ધિઓ

જીવનભારતી મંડળ આયોજિત ગુજરાતી ભાષા ઓલિમ્પિયાડ સ્પર્ધામાં શ્રેણી 7A ના ઝીલ પટેલએ શબ્દકોશમાંથી શબ્દ શોધમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.

ઝીલ પટેલ

જીવનભારતી મંડળ આયોજિત ગુજરાતી ભાષા ઓલિમ્પિયાડ સ્પર્ધામાં શ્રેણી 7B ના સાર્થક ભાંડુતીઆએ કાવ્ય પઠન સ્પર્ધામાં તૃતીય ક્રમ મેળવ્યો છે.

સાર્થક ભાંડુતીઆ

વાલીનો અભિપ્રાય

શાળા એટલે મારા માટે બાળકને જીવનમાં સફળ થવાની અને ઉચ્ચતમ કીર્તિ પ્રાપ્ત કરવાની પ્રથમ સીડી. શાળાએ બાળકના ઉચ્ચ ભવિષ્યના ઘડતરનું ‘મંદિર’ આપણી જીવનભારતી શાળા ખરેખર શાળા સાર્થક નીવડે છે.લોકોનું માનવું છે કે શાળાએ બાળકનું પ્રથમ ઘર છે. પરંતુ મારું માનવું છે કે શાળાએ બાળકનું પ્રથમ ઘર છે.જેનું કારણ આપણી જીવનભારતી શાળાના આચાર્યા શ્રી મીનાબહેન અને આપણા લાડકવાયા શિક્ષકો. જેઓ ખૂબ જ સરળ અને લાગણીશીલ સ્વભાવ સાથે બાળકોને “ભાર વગરનું ભણતર” ને મહત્વ આપે છે.શાળામાં બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિ ખીલવવા માટે થતી સ્પર્ધાઓ, પ્રદર્શનો, ઈતર પ્રવૃત્તિઓ વગેરે કરવામાં આવે છે.બાળકના જીવન ઘડતર ઘડવામાં અમારા આચાર્યા શ્રી અને શિક્ષકોનો ખૂબ મહત્વનો ફાળો રહેવાથી અમારામાં આત્મવિશ્વાસ વધે છે અને અંતમાં એક વાત એ કહેવાની કે વાલીશ્રી નાની-મોટી રજૂઆત શિક્ષકો ખૂબ જ ધ્યાનથી સાંભળી તેનો અમલ કરે છે. આ મોટો ગુણ બીજી કોઈ શાળામાં જોવા મળતો નથી.
એક વાલીશ્રી તરીકે આ શાળાને ખૂબ-ખૂબ અભિનંદન.

જ્યોત્સનાબેન પટેલ