PRAVRUTTI SEC. & HIGH. SEC. SECTION
પ્રવૃત્તિ વિદ્યાલય જીવનભારતી
માધ્યમિક / ઉચ્ચતર માધ્યમિક વિભાગ
શ્રી ચંદ્રવદન ચૂનીલાલા શાહની વિવિધરંગી લાંબી કારકિર્દીના પરિપાક રૂપે ૧૯૮૪માં સરકારી હસ્તક્ષેપ વગરની ‘સર્વાંગી શિક્ષણ’ ના સિધાંતને વરેલી ૪ વર્ષની વયના ૩૦ વિદ્યાર્થીઓથી ‘સ્વ શ્રી કુસુમબેન શાહ પ્રવૃત્તિ વિદ્યાલય’ નો આરંભ થયો. આ શાળામાં બાળકના શારીરિક, બૌદ્ધિક ભાવાત્મક અને કલાત્મક વિકાસ પર ભાર મુક્યામાં આવે છે. બાળકને પોતાના અવલોકન પ્રવાસોમાંથી કુદરતી અને સામાજિક પર્યાવરણમાંથી શિક્ષણાનુભવમાંથી માહિતી એકઠી કરવાની તક આપવામાં આવે છે.
સાંપ્રત શિક્ષણ પ્રણાલી સાથે તાળ મિળાવવાના હેતુથી સન ૧૯૯૪ માં ધો-૮ ના એક વર્ગથી શ્રીમતી હંસાબેન હસમુખલાલ નેમચંદ શાહના સહયોગથી માધ્યમિક વિભાગની શરૂઆત કરવામાં આવી. ૧૯૯૭માં ચંપાબેન અંબાજી ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી ઉચ્ચતર માધ્યમિક વિભાગની શરૂઆત થઇ.
આ વિભાગ આજે ધો ૯ થી ૧૨ ના કુળ ૧૦ વર્ગોથી આયોજિત વિભાગ વટવૃક્ષમાં પરિણામ્યો છે. સન ૨૦૦૮ માં માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગ અને સંપૂર્ણ શૈક્ષણિક ભૌતિક સગવડોથી સુસજ્જ નવા મકાનની સ્થાપના થઇ.
માળખાકીય સુવિધાઓ
Language Lab : ગુજરાતી માધ્યમની શાળાના બાળકોમાં અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ વધે તે હેતુથી Words-Worth English Language Lab ચલાવવામાં આવે છે.
પ્રયોગશાળા : ભૌતિક, રસાયણ, જીવવિજ્ઞાન તથા કમ્પ્યૂટરના વિષયોમાં નિદર્શન દ્વારા સિદ્ધાંતો સમજી શકાય તે હેતુથી સંપૂર્ણ સગવડોથી સુસજ્જ દરેક વિષય માટે અલાયદી પ્રયોગશાળા છે.
Physics Lab
Chemistry Lab
....નિયમો....
શાળાના નિયમો આપની જાણ માટે આપેલા છે. જેનું પાલન થવું ફરજિયાત છે.
દરેક વિદ્યાર્થીએ સમયસર ૭:૩૦ પહેલા શાળામાં હાજર થવાનું રહેશે.
વિદ્યાર્થીએ દર માસની ૧૦ તારીખ સુધીમાં નિયમિત રીતે ફી જમા કરાવવાની રહેશે.
ગેરહાજર રહેનાર વિદ્યાર્થીએ હાજર થાય તે દિવસે અચૂક ચિઠ્ઠી લાવવાની રહેશે. માંદગીના સંજોગોમાં Medical Certificate અને હાજર થાય ત્યારે Fitness Certificate રજુ કરવાના રહેશે.
દર મહિનામાં ત્રણ કે તેથી વધુ રાજા પડે ત્યારે વાલીએ રૂબરૂ આવી અથવા ફોન દ્વારા વર્ગ શિક્ષકનો સંપર્ક સાધવાનો રહેશે. (શાળામાં જમા કરાવેલા નંબર દ્વારા આવેલો ફોન જ માન્ય ગણાશે.)
ઘરેણાં પહેરી શકાશે નહિ તેમજ શાળામાં મોબાઇલ વાપરવા પર પ્રતિબંધ છે. મોબાઇલ ફોન શાળા સમય દરમિયાન ચાલુ કે બંધ હાલતમાં વિદ્યાર્થીઓ પાસે રાખી શકાશે નહિ. જો કોઈ વિદ્યાર્થી આવા ફોન સાથે પકડાશે તો દંડ થશે.
શાળાની માલ -મિલકતને નુકસાન પહોંચાડવા બદલ દંડ વસૂલ કરવામાં આવશે.
વિદ્યાર્થીના શૈક્ષણિક વિકાસના હેતુસર કે અન્ય કોઈ કારણસર જો કોઈ વાલી કોઈ શિક્ષકને મળવા માંગતા હોય તો રિશેષ સમય દરમ્યાન (સોમ થી શુક્ર ૧૦ થી ૧૦.૩૦ કલાકમાં અને શનિવાર ૯.૩૦ થી ૧૦.૦૦) શિક્ષકને મળી શકશે. જો કોઈ ખાસ કારણ હોય તો અગાઉથી ડાયરીમાં આ અંગેની વિગત લખી શિક્ષકની પૂર્વમંજૂરીથી શિક્ષક દ્વારા અપાયેલા સમયે મળી શકશે.
Shri Virendrsinh Vansadia
Principal
B.A., B.P.ED
વિનમ્ર અને ગુણવાન વ્યક્તિ પોતાનો ગુણોનો પરિચય કાર્ય થકીજ આપે છે.
કોઈના અવગુણ બોલવા નહી અને કદાચ બોલવા જ પડે તેમ હોય તો તેમના સદગુણ પણ સાથે સાથે જ બોલવા જેથી તે વ્યક્તિ પ્રત્યે દ્વેષ થશે નહી.
Shri Bipinbhai Tandel
Supervisor
M.Sc., B.ED