
80th Independence day celebration
જીવનભારતી મંડળ સંચાલિત પ્રવૃત્તિ વિદ્યાલય માધ્યમિક / ઉચ્ચતર માધ્યમિક વિભાગના પટાંગણમાં 15 મી ઓગસ્ટ રાષ્ટ્રીય પર્વની ઉજવણી અને જીવન ભારતી શાળાના શિક્ષણ સંસ્કાર અને સમર્પણની અવિરત યાત્રાના 80માં વર્ષે શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાના વરદહસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. સાથે શૈક્ષણિક તેમજ રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પુરસ્કૃત થનાર વિદ્યાર્થીઓને શીલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા.
ધ્વજારોહણના કાર્યક્રમમાં જીવન ભારતી મંડળના તમામ હોદ્દેદારો, તમામ ભવનના આચાર્યશ્રીઓ,શિક્ષક મિત્રો, સહ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી આ ઐતિહાસિક સફરના સાક્ષી બન્યા.















