
‘આપત્તિ વ્યવસ્થાપન’ તથા ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI’ વિષય ઉપર શૈક્ષણિક પ્રદર્શન
જીવનભારતી મંડળ દ્વારા સમાજમાં સુરક્ષા, જાગૃતિ અને પૂર્વ-સજ્જતા કેળવવાના ઉમદા હેતુથી દિનાંક ૧૭/૦૯/૨૦૨૬ અને ૧૮/૦૯/૨૦૨૬ ના રોજ એક વિશેષ શૈક્ષણિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ દ્વારા વર્તમાન સમયના અતિ વ્યાપક અને મહત્વપૂર્ણ એવા ‘આપત્તિ વ્યવસ્થાપન’ (Disaster Management) તથા ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ (AI) વિષયો પર ઉત્કૃષ્ટ મોડેલ્સ અને પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા. આ સાથે જ, બાળભવનના નાના-નાના વિદ્યાર્થીઓએ પણ અભિનય ગીત, જોડકણાં, વાર્તા-કથન અને નાટક દ્વારા ઉત્સાહભેર ભાગ લઈ પોતાની અનોખી સર્જનાત્મક રજૂઆત કરી હતી. આમ, વિદ્યાર્થીઓનું ટેકનિકલ જ્ઞાન અને સાંસ્કૃતિક ઉત્સાહ – બંનેના સંગમથી આ પ્રદર્શન અત્યંત સફળ રહ્યું. જેમાં પ્રોફેસર શ્રી ગૌરાંગભાઈ વેસમાવાળા (ડિપાર્ટમેન્ટ ઓફ સિવિલ એન્જિનિયરિંગ SVNIT)એ અતિથિ વિશેષનું સ્થાન શોભાવ્યુ.




















