આધુનિક ટેક્નોલોજીના યુગ માં બાળકો રમકડાં થી રમવાનુ જાણે વિસરી જ ગયા છે. માત્ર મોબાઈલ થી જ રમવું વધુ ગમે છે. જે કુમળી વયના બાળકો ના સ્વાસ્થય માટે હાનિકર્તા છે. બાળકો અવનવા રમકડા પ્રત્યે આકર્ષાય, રમકડાં રમીને પોતાનો શારીરિક, માનસિક અને બૌધિક વિકાસ સાધે તેમજ મોંધા રમકડાં વાલીઓને ખરીદવા ન પડે અને સરળતાથી બાળકો ને રમકડાં રમી શકે તે હેતુસર જીવનભારતી મંડળ દ્વારા એક પ્રયોગાત્મક નાવીન્યસભર અભિગમ સ્વરૂપ " *ગીતા દેસાઈ* ખેલાઘર" નો આરંભ કરવામાં આવ્યો. આ ખેલાદાર ની ઉદ્દઘાટનવિધિ માં મુખ્ય અતિથિ શ્રી ગીતા બેન,ડૉ.બિપિનભાઈ દેસાઈ તથા કુટુંબીજન, જીવનભારતી મંડળના પ્રમુખ શ્રી ભરતભાઈ શાહ,મંત્રી શ્રી ડૉ. કેતનભાઈ શેલત, શ્રી અજિતભાઈ શાહ, ઉપાધ્યક્ષ શ્રી ડૉ. પ્રજ્ઞેશભાઈ જોષી, કોષાધ્યક્ષ શ્રી હરેશભાઈ જરીવાળા, કારોબારી સભ્ય શ્રી અમિતભાઇ ઠાકોર, શ્રી ચિંતન ભાઈ શાહ તથા તમામ ભવનના આચાર્યાશ્રી