
તારામોતી બાળભવનમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી
ગુરુપૂર્ણિમાના પાવન અવસર પર તા: ૨૮.૦૭.૨૦૨૬ ને મંગળવારે ગુરુપૂર્ણિમાની ઉજવણી માટે તારામોતી બાળભવનમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત ગુરુવંદનાથી કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન જુનિયર કે.જી.ના વિદ્યાર્થીઓએ ગુરુના મહિમા દર્શાવતા સુંદર શ્લોકોનું પઠન કર્યું, તેમજ આપણા જીવનમાં ગુરુનું શું મહત્વ છે ? તેને સરળ અને હૃદયસ્પર્શી શબ્દોમાં રજૂ કર્યું હતું. તેમના આત્મવિશ્વાસપૂર્ણ પ્રસ્તુતિએ સૌનું મન જીતી લીધું.
ત્યારબાદ સીનિયર કે.જી.ના વિદ્યાર્થીઓએ ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધને દર્શાવતું સુંદર નાટક રજૂ કર્યું હતું. વિદ્યાર્થીઓના અભિનય, સંવાદ અને અભિવ્યક્તિએ ઉપસ્થિત સૌને પ્રભાવિત કર્યા અને ગુરુ પ્રત્યે આદરભાવ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓએ આચાર્યાશ્રી તેમજ ગુરુનું પૂજન કરી અભિવાદન કર્યું હતું. આ કાર્યક્રમમાં મહેમાન તરીકે શ્રી મતી અરવિંદાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જેમનું પુષ્પગુચછ તથા સ્મૃતિભેટ આપી સન્માન કર્યું હતું .તેઓએ પણ પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું. આભાર વિધિ શ્રીપૂર્ણિમાબેન ઘડિયાળીએ કરી હતી. અંજનાબેન નલાવડે ઉદ્રઘોષકનું કાર્ય કર્યું હતું.
સમગ્ર કાર્યક્રમ આનંદમય અને ભાવપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો. આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં ગુરુ પ્રત્યે આદર, સંસ્કાર અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું સિંચન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
