પ્રવેશોત્સવ

તા: ૧૦.૦૭.૨૦૨૬ ને શુક્રવારના રોજ તારામોતી જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલય બાળભવનના પવિત્ર આંગણે પ્રવેશોત્સવ પ્રસંગે નાનાં-નાનાં કોમળ પગલાંનો પ્રવેશ કરાવ્યો.

આ  પ્રવેશ  માત્ર શાળામાં નહીં, પરંતુ જ્ઞાન, સંસ્કાર, સર્જનાત્મકતા અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું પ્રથમ મંગળ પગલું છે.
નાનાં પગલાં આજે શાળાના આંગણે પડ્યાં,
જ્ઞાનના દીપે જીવનના સપનાં ઝગમગ્યાં,
પ્રવેશોત્સવ એ માત્ર પ્રવેશ નથી,
પણ સપનાઓને પાંખો આપતો એક પવિત્ર ઉત્સવ છે,
બાળહાસ્યથી ગુંજે શાળાનું આંગણું,
જ્ઞાન અને સંસ્કારથી મહેકે જીવનનું ઉપવન
કોમળ કળીઓ આજે વિદ્યાના બગીચે ખીલી,
આવતીકાલના સુગંધિત ભવિષ્યની આશા બની,
જ્ઞાનના દ્વારે સૌનું હાર્દિક સ્વાગત,
સંસ્કારના માર્ગે ઉજ્જવળ ભવિષ્યનો મંગળ પ્રારંભ
આ કાર્યક્રમમાં અતિથિવિશેષ પદે શ્રીમતી યશોધરાબેન ઇનામદાર (ભૂતપૂર્વ વિદ્યાર્થિની અને શિક્ષક), આપણી શાળાના ખજાનચી અને ભવન પ્રતિનિધિ શ્રી ચિંતનભાઈ શાહ, વાલી મંડળના પ્રમુખ શ્રી નૃપાબેન ભટ્ટ તથા કારોબારી સભ્ય કલ્પેશભાઈ ઉપસ્થિત રહ્યા હતાં.
બાળકોને કુમકુમ તિલક કરી બાળકોને આશીર્વાદ આપ્યા હતાં. આ સાથે બાળકોને સરસ મજાની ગિફ્ટ આપી ખુશખુશાલ કર્યા હતાં. આ કાર્યક્રમનો ભાર શ્રી નમ્રતાબેન રાઉતે ઉપાડ્યો હતો, તથા આભાર વિધિ અંકિતાબેન કરી હતી.