જીવનભારતી મંડળ, સુરત દ્વ્રારા સંચાલિત સાયન્સએન્ડ એસ્ટ્રોનોમી ક્લબનાં ઉપક્રમે તા.૫-૨-૨૦૧૯નાં રોજ ડો. વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટર (VSSC) અમદાવાદ અને ઈસરો (ISRO) અમદાવાદની એક દિવસીય મુલાકાત/પ્રવાસ ગોઠવામાં આવેલ. જેમાં જીવનભારતી વિદ્યાલયનાં વિવિધ વિભાગોનાં ૧૧૮ વિદ્યાર્થીઓ અને વાલીઓ, ૩ શિક્ષકો અને ૨ સેવકોએ ભાગ લીધો હતો.  વિદ્યાર્થીઓને ગણિતનાં કોયડાઓ કેવી રીતે ઉકેલી શકાય તેની નવી પદ્ધતિ વિષે VSSCનાં ફેકલ્ટી દ્વારા સારી સમજ આપવામાં આવી હતી અને રોકેટ લોન્ચીંગનું પ્રદર્શન કરવામાં આવેલ. બાળકોને સાયન્સ શોપની મુલાકાત લીધી હતી, જેમાં બાળકોએ વિવિધ મોડેલો પણ ખરીદયા હતાં.

ત્યારબાદ ૨.૩૦ કલાકે ઈન્ડીયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ની મુલાકાત લીધી હતી. જેમાં ઈસરોનાં ફેકલ્ટી દ્વારા સેટેલાઈટનાં પ્રકારો, સેટેલાઈટનુંલોન્ચિંગ, થ્રી ડી મુવી બતાવવામાં આવેલ જેમાં અવકાશમાં સ્પેસ સ્ટેશનની ખુબજ અદભૂત અને રસપ્રદ માહિતી આપવામાં આવેલહતી. એસ્ટ્રોનોટ્સનાં કોસ્ચ્યુમમાં બાળકોએ ફોટા પડાવ્યા હતાં. બાળકોને સાયન્સ શોપની મુલાકાત લીધી હતી. જેમાં બાળકોએ વિવિધ મોડેલની કીટ્સ પણ ખરીદી હતી.

કાર્યક્રમથી બાળકોને સેટેલાઈટ, રોકેટ અને સ્પેસ સ્ટેશનની રસપ્રદ માહિતીઓ બાળકોને મળી હતી. વિજ્ઞાન અને ગણિતનાં નિયમોની જાણકારી ઉદાહરણ દ્વારા ઈસરોનાં ફેકલ્ટી દ્વારા વિતૃત રીતે સમજાવવામાં આવી હતી. સમગ્ર રીતે જોતાં કાર્યક્રમ ખુબજ સફળ રહ્યો હતો અને બાળકોનાં અભિપ્રાયો જોતાં ભવિષ્યમાં આવા કાર્યક્રમો એસ્ટ્રો ક્લબ દ્વારા યોજાતા રહે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.