જીવનભારતી મંડળ આયોજિત શ્રેણી ૧ થી ૩ ના બાળકો માટે નું આયોજન કરવામાં આવ્યું. જેમાં મુખ્ય અતિથી તરીકે શ્રી મનોજભાઈ શાહ તથા શ્રી અરુણભાઈ વોરાએ પ્રસંગોચિત ઉદબોધન કરી શુભેચ્છા પાઠવી. મંત્રીશ્રી કેતનભાઈ શેલતે આવકાર પ્રવચન આપી મહેમાનશ્રીનો પરિચય આપ્યો. શ્રી અજીતભાઈ શાહએ આભારવિધિ કરી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો. આ પ્રસંગે જીવનભારતી મંડળના હોદેદારો, વાલીમંડળ, આચાર્યાશ્રી, શિક્ષકો તથા બાળકોએ હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી. આ પ્રસંગે મહેમાનશ્રીના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.