ગાંધી મેળો

સહર્ષ જણાવવાનું કે, જીવનભારતી મંડળ પ્રતિ વર્ષ કોઈક નવા વિષયને કેન્દ્રમાં રાખી સર્જનાત્મક વાર્ષિકોત્સવ ઊજવતું રહે છે. આ વર્ષે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીને લક્ષમાં રાખી વર્તમાન તથા ભાવિ પેઢી બાપુને નજીકથી જાણે, સમજે અને મોહનથી મહાત્મા સુધીની સફરના વિવિધ પાસાઓમાં પ્રવેશે એ હેતુથી અમે ત્રિદિવસીય કાર્યક્રમ – ગાંધી મેળાનું આયોજન કર્યું  હતું. આ ત્રિદિવસીય કાર્યક્રમમાં દરરોજ સાંજે સાંસ્કૃતિક મંચનું આયોજન કર્યું હતું. જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કલાકારો ગાંધીજીને કેન્દ્રમાં રાખીને કલાની પ્રસ્તુતિ થઇ હતી.