About jbm

This author has not yet filled in any details.
So far jbm has created 128 blog entries.

જન્માષ્ટમી ઉજવણી-પ્રવૃત્તિ વિદ્યાલય માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગ

2023-09-11T15:28:46+09:00

તા. 9/9/2023 ને શનિવારના રોજ પ્રવૃત્તિ વિદ્યાલય માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓએ કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી નિમિત્તે અભિનયગીત, લેઝીમ અને મટકી ફોડી હતી.... જય શ્રીકૃષ્ણના નાદ સાથે સૌ વિદ્યાર્થીઓ કૃષ્ણમય બની ઝૂમી ઉઠ્યા.....

જન્માષ્ટમી ઉજવણી-પ્રવૃત્તિ વિદ્યાલય માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગ2023-09-11T15:28:46+09:00

જન્માષ્ટમી ઉજવણી – પ્રવૃત્તિ વિદ્યાલય પ્રાથમિક વિભાગ

2023-09-09T14:51:36+09:00

પ્રવૃત્તિ વિદ્યાલય પ્રાથમિક વિભાગમાં તા. 6.9.2023ના રોજ જન્માષ્ટમી ઉજવણી આચાર્યા શ્રી નિમીષા બહેન નાયક તથા નિરીક્ષક શ્રી મૃગાબહેન વજીર ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી. વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર મટકીફોડ કાર્યક્રમ નિહાળ્યો . વિદ્યાર્થીઓ દ્વારા રાસ રજુ કરવામાં આવ્યો હતો . શાળાનું સંપૂર્ણ વાતાવરણ કૃષ્ણમય બની ગયું.

જન્માષ્ટમી ઉજવણી – પ્રવૃત્તિ વિદ્યાલય પ્રાથમિક વિભાગ2023-09-09T14:51:36+09:00

જન્માષ્ટમી કાર્યક્રમ – મો. વ. બુનકી બાળભવન

2023-09-09T14:37:57+09:00

જીવન ભારતી મંડળ સંચાલિત મો. વ. બુનકી જીવન ભારતી બાળભવનમાં જન્માષ્ટમીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અતિથિ વિશેષ તરીકે શ્રી ભરતભાઈ કાપડિયા અને પલ્લવીબેન કાપડિયા ઉપસ્થિત રહ્યા હતા.જન્માષ્ટમી એટલે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ. તેમનો જન્મ શ્રાવણ વદ આઠમની રાતે મથુરાની જેલમાં થયો હતો.આ કાર્યક્રમમાં સિનિયર કે જીના બાળગોપાલ અને ગોપીઓ દ્વારા કૃષ્ણની નૃત્યનાટિકા અને રાસલીલાની રમઝટ માણવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ આચાર્યાશ્રી રચનાબેન ચોખાવાળા ના માર્ગદર્શન હેઠળ તમામ શિક્ષિકા બહેનો દ્વારા સંપન્ન કરવામાં આવ્યો હતો. જેલમાં જન્મ , ગોકુળમાં બાળપણ, વ્રજમાં રાસલીલા, હસ્તિનાપુરમાં રાજનીતિ , દ્વારકામા શાસન એવા જગત ગુરુ એવા શ્રી કૃષ્ણને કોટી કોટી વંદન.

જન્માષ્ટમી કાર્યક્રમ – મો. વ. બુનકી બાળભવન2023-09-09T14:37:57+09:00

જન્માષ્ટમીની ઉજવણી – તારામોતી બાળભવન

2023-09-09T14:16:02+09:00

જીવનભારતી મંડળ સંચાલિત તારામોતી જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલય બાળભવનમાં ધામધૂમ અને હર્ષોલ્લાસ સાથે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી.જેમા કૃષ્ણ જન્મલીલા ની નૃત્ય નાટિકા, મટકીફોડ અને તાલીમાર્થી બહેનો દ્વારા નાગદમનની નૃત્ય નાટિકાની રજૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં છોકરાઓ કૃષ્ણ અને છોકરીઓ રાધા બનીને આવ્યા હતા. હાથી ઘોડા પાલખી... જય કનૈયા લાલ કી... ના નામથી વાતાવરણ ગૂંજવા માંડયું.

જન્માષ્ટમીની ઉજવણી – તારામોતી બાળભવન2023-09-09T14:16:02+09:00

શિક્ષકદિનની ઉજવણી – મો. વ. બુનકી બાળભવન

2023-09-06T15:37:13+09:00

જીવનભારતી મંડળ સંચાલિત મો. વ. બુનકી જીવનભારતી બાળભવનમાં પ મી સપ્ટેમ્બરના રોજ શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી,બાળભવનના અને કિશોર ભવનના વિદ્યાર્થીઓ શિક્ષક બનીને આવ્યા હતા. શિક્ષક એટલે જ્ઞાન, કર્મ, અને ભક્તિનો ત્રિવેણી સંગમ.જે વિદ્યાર્થીઓ શિક્ષક બનીને આવ્યા હતા તે દરેકને સન્માનપત્ર , બોલપેન તથા વાલીમંડળના સભ્યો તરફથી ક્લર આપ્યા હતા. તથા જીવનભારતી મંડળના કારોબારી સભ્ય શ્રી અમિતભાઈ ઠાકર , કિશોર ભવનના આચાર્યાં શ્રી ભામિનીબેન રાવલ નિરીક્ષક શ્રી રાજેશભાઈ પારેખ અને આચાર્યાશ્રી રચનાબેન ચોખાવાળાએ વિદ્યાર્થીઓને આર્શીવચન પાઠવ્યા હતા. દરેક વિદ્યાર્થી શિક્ષક બની સ્વને ગૌરવ શાળી માનતા હતા,અને ભવિષ્યનાં સ્વપ્ન દ્રષ્ટા બનવાના માર્ગ પર આગળ વધવાની સંકલ્પના સાથે શિક્ષક બની શિક્ષક દિનને બહુમૂલ્ય બનાવ્યો હતો.

શિક્ષકદિનની ઉજવણી – મો. વ. બુનકી બાળભવન2023-09-06T15:37:13+09:00

શિક્ષક : શાશ્વત સાધક

2023-09-05T20:09:13+09:00

5 મી સપ્ટેમ્બર ૨૦૨૩ને શિક્ષકદિન ઉજવણી નિમિત્તે જીવનભારતી મંડળ દ્વારા જીવનભારતીના રંગભવનમાં "શિક્ષક : શાશ્વત સાધક" વિષય ઉપર શ્રી ભાગ્યેશભાઈ જહાના વક્તવ્યનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. કાર્યક્રમમાં જીવનભારતી મંડળના મંત્રીશ્રી કેતનભાઈ શેલતે વક્તાશ્રી ભાગ્યેશભાઈ જહાને શાબ્દિક આવકાર આપ્યો, મંડળના પ્રમુખશ્રી ભરતભાઈ શાહ અને ટ્રસ્ટીશ્રી ડૉ. બિપીનભાઈ દેસાઈએ પુષ્પગુચ્છ અને સ્મૃતિભેટ આપીને વક્તાનું સન્માન કર્યું. પોતાના વક્તવ્યમાં શ્રી ભાગ્યેશભાઈ જહાએ કહ્યું કે "હસમુખો શિક્ષક વર્ગને ચેતના અર્પે છે. શિક્ષક કદી ઘરડો થતો નથી." જીવનભારતીની પરંપરા અનુસાર વક્તાશ્રીને સ્નેહનું સંભારણું અર્પિત કરવામાં આવ્યું. કાર્યક્રમના અંતે મંત્રીશ્રી અજીતભાઈ શાહે આભારવિધિ કરી. કાર્યક્રમના સંયોજક તરીકે શ્રી અમી તરલ નાયક અને કાર્યક્રમનું સંચાલન શ્રી સોનલ સુરતીએ કર્યું.

શિક્ષક : શાશ્વત સાધક2023-09-05T20:09:13+09:00

રક્ષાબંધનની ઉજવણી

2023-09-02T13:40:35+09:00

જીવનભારતી મંડળ સંચાલિત તારામોતી જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલય બાળભવનમાં ભાઈ- બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધન નિમિત્તે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી.જેમા બલી રાજાની, હુમાયુ અને કર્ણાવતીની વાર્તા દ્વારા રક્ષાબંધનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું આ સાથે બહેનોએ ભાઈને રાખડી બાંધીને મોં મીઠું કરાવ્યું હતું તથા ભાઈઓએ બહેનની રક્ષા કરવાનું વચન આપ્યું હતું.

રક્ષાબંધનની ઉજવણી2023-09-02T13:40:35+09:00

ચંદ્રયાન – ૩ નું ચંદ્ર પર લેન્ડીંગનું લાઈવ પ્રસારણ

2023-08-24T18:13:32+09:00

આજનો દિવસ ભારતવર્ષ માટે ખરેખર ઐતિહાસિક છે. આજ સુધી સમગ્ર વિશ્વમાંથી માત્ર અમેરિકા, રશિયા અને ચીન જેવા ૩ જ દેશ કરી શક્યા છે તે કાર્ય આજે ભારતે કરી બતાવ્યું છે. ભારતનું ચંદ્રયાન - ૩ આજે સફળતા પૂર્વક ચંદ્ર પર લેન્ડ થઈ ગયું છે. સમગ્ર ભારતવર્ષની જેમ આજે જીવનભારતી મંડળમાં પણ ઉત્સવ જેવો માહોલ હતો. વિદ્યાર્થીઓ આ ઐતિહાસિક ક્ષણને વ્યવસ્થિત રીતે માણી શકે તે માટે જીવનભારતી મંડળના રંગભવનમાં આ કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ બિગ સ્ક્રીન પર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના દરેક વિભાગમાંથી લગભગ ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાજર રહ્યા હતા. બાળકોને ચંદ્રયાન - ૨ પ્રોજેક્ટ વિષે તથા તેની પ્રોસેસ અને કાર્યો વિષે પણ સમજાવવામાં આવ્યું હતું.  આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન એસ્ટ્રોનોમી ક્લબ ના હેડ શ્રી અમી નાયકે કર્યું હતું.

ચંદ્રયાન – ૩ નું ચંદ્ર પર લેન્ડીંગનું લાઈવ પ્રસારણ2023-08-24T18:13:32+09:00

હળદર પત્રનો ઉપયોગ કરી રક્ષાબંધન કાર્ડ

2023-08-24T17:36:11+09:00

પ્રવૃત્તિ વિદ્યાલય પ્રાથમિક વિભાગમાં હળદર પત્રનો ઉપયોગ કરી રક્ષાબંધન નિમિત્તે કાર્ડ બનાવ્યા. શ્રેણી : 7 ના વિદ્યાર્થીઓએ વિજ્ઞાનમાં એસિડ-બેઈઝ ચકાસવા માટે સૂચક તરીકે હળદરપત્ર વપરાય છે જેના પર સાબુનું દ્રાવણ લગાડતા તે લાલ કલરનું બને છે. આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને રક્ષાબંધનના કાર્ડ બનાવ્યા.

હળદર પત્રનો ઉપયોગ કરી રક્ષાબંધન કાર્ડ2023-08-24T17:36:11+09:00
Go to Top