જીવનભારતી મંડળ સંચાલિત એસ્ટ્રોનોમી ક્લબનાં ઉપક્રમે SDRO (Scientific Development Research Organisation) ન્યુ દિલ્હી દ્વારા યોજવામાં આવેલ રાષ્ટ્રીય કક્ષાની નાં વિજેતા વિદ્યાર્થીઓનાં પારિતોષિક વિતરણ કાર્યક્રમ આજ રોજ યોજવામાં આવેલ, જેમાં જીવનભારતી સંકુલની પ્રવૃત્તિ પ્રાથમિક વિદ્યાલય અને શ્રીમતી કે. પી. ગાંધી પ્રાથમિક વિદ્યાલયનાં ૧૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઇ સફળતા મેળવેલ, આ ૧૦ વિદ્યાર્થીઓને મંડળનાં હોદેદારો હસ્તે પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવેલ. આ વિદ્યાર્થીઓ પૈકી ચિ. રાવલીયા તીર્થ ને ગોલ્ડ એવાર્ડ અને મેડલ એનાયત કરવામાં આવેલ.

સદર સમગ્ર ASTRO QUEST નું વિદ્યાર્થીઓને માર્ગદર્શન જીવનભારતી સંકુલની રીસર્ચ લેબનાં નિયામક શ્રી અમી નાયકે આપી, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી સફળતાના સહભાગી થયેલ. SDRO દ્વારા તેમની આ સિદ્ધિ બદલ તેમને ટ્રોફી અને એપ્રીસીએશન સર્ટીફીકેટ એનાયત કરવામાં આવેલ છે. કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિમાં ખગોળશાસ્ત્રી શ્રી સની કાબરાવાલાએ વિદ્યાર્થીઓની સિદ્ધિને બિરદાવેલ અને એસ્ટ્રોનોમી ઉપર તેમનું વક્તવ્ય રજુ કરી અમુલ્ય માર્ગદર્શન આપેલ.