જીવનભારતી કિશોરભવન નિમ્ન પ્રાથમિક વિદ્યાલય

Kl Home2018-09-28T19:22:13+09:00

કિશોરભવન શ્રેણી ૧ થી ૫

૩જી જુલાઈ ૧૯૪૬ ના રોજ સાકાર થયેલું શાહભાઈનું સ્વપ્ન એટલે જીવનભારતી. જીવનભારતી વટવૃક્ષની એક શાખા એટલે શ્રીમતી કેસરબેન પૂનમચંદ ગાંધી નિમ્ન પ્રાથમિક વિદ્યાલય હાલમાં શ્રેણી ૧ થી ૫ ના ૨૦ વર્ગોમાં ૧૨૪૨ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહયા છે. શાળામાં તાલીમ પામેલ નિષ્ણાંત શિક્ષકો દ્વારા શિક્ષણકાર્ય કરાવવામાં આવે છે. શાળાની વિશેષતા એટલે……….

(૧) સંમેલન  (૨) સફાઈ  (૩) શાળામાં તૈયાર થયેલ બપોરનો નાસ્તો  (૪) સ્વાધ્યાય પદ્ધતિ જે આજ પર્યત ચાલુ છે.

શિક્ષણ પદ્ધતિ

બાળકના સર્વાંગી વિકાસને મહત્વ આપવામાં આવતું હોય અભ્યાસિક વિષયોની સાથે સાથે સહઅભ્યાસિક વિષયોની અભ્યાસ કરાવવામાં આવે છે. પાઠ્યપુસ્તકની સાથે સાથે મલ્ટીમીડિયાના ઉપયોગથી અભ્યાસને સરળ બનાવવામાં આવે છે. બાળકની ક્ષમતા, શીખવાની આવડત, વિષય પ્રત્યેની રુચિ તેમજ સમાજની અપેક્ષાને ધ્યાનમાં રાખી બાળ ઘડતરનો પ્રયત્ન કરવામાં આવે છે. કાંતણવણાટ વિષય શીખવતી એકમાત્ર શાળા એટલે કિશોરભવન. માતૃભાષાના શિક્ષણને ખૂબ મહત્વ આપવામાં આવે છે. માતૃભાષા ઓલિમ્પિયાડ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજી માતૃભાષાનું સંવર્ધન કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

Recent Post

બાળકના પ્રથમ રોલમોડલ માતાપિતા

તા. ૨૫/૦૧/૨૦૨૦ શનિવારે સવારે ૮:૦૦ થી ૯:૩૦ દરમિયાન જીવનભારતી મંડળ સંચાલિત શ્રીમતી કેસરબેન પૂનમચંદ ગાંધી પ્રથમિક વિદ્યાલય કિશોરભવનના શ્રેણી ૧ થી ૫ ના વાલીમિત્રો માટે કાઉન્સેલર શ્રી રશ્મિ ઝા દ્વારા બાળકના પ્રથમ રોલમોડલ માતાપિતા વિષય પર વક્તવ્ય આપવામાં આવ્યું

પતંગ બનાવવાની સ્પર્ધા

તા: ૧૩/૧/૨૦૨૦ સોમવારના રોજ જીવનભારતી કિશોરભવન નિમ્ન પ્રાથમિક વિભાગમાં મકરસંક્રાતિ નિમિત્તે રંગીન કાગળમાંથી પતંગ બનાવવાની સ્પર્ધા રાખવામાં આવી હતી. શ્રેણી ૩ થી ૫ ના ૩૮૫ વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

Achievements

Upcoming Events

Go to Top