વર્ષ ૨૦૨૨-૨૦૨૩ના પ્રવેશ અંગે નર્સરી, જુનિયર કેજી અને સિનિયર કેજી(ગ્લોબલ ગુજરાતી માધ્યમ)

તા. ૧૬.૧૦.૨૦૨૧ને  શનિવારથી જાહેર રજાના દિવસો સિવાય સવારે ૦૯.૦૦ થી ૧૨.૦૦ પ્રવેશ  ફોર્મ  મળશે.

વિદ્યાર્થીની વયમર્યાદા   

નર્સરી: તા.૧.૬.૨૦૧૮ થી ૩૧.૫.૨૦૧૯ (૩ વર્ષ પૂર્ણ)

જુનિયર કેજી: તા.૧.૬.૨૦૧૭ થી ૩૧.૫.૨૦૧૮ (૪ વર્ષ પૂર્ણ)

સિનિયર કેજી: તા.૧.૬.૨૦૧૬ થી ૩૧.૫.૨૦૧૭ (૫ વર્ષ પૂર્ણ)

જન્મનો અસલ દાખલો અવશ્ય લાવવાનો રહેશે.

DOWNLOAD FORM : TARAMOTI BALBHAVAN
DOWNLOAD FORM : M. V. BUNKI BALBHAVAN

બિડાણ અને નિયમો

બિડાણ : અરજીપત્રક સાથે નીચે દર્શાવ્યા પ્રમાણેના પ્રમાણપત્રને ક્રમમાં ગોઠવીને તે વિગત નિયત સમય-મર્યાદામાં રજૂ કરવાની રહેશે.

(૧) વિદ્યાર્થીના જન્મના મહાનગરપાલિકાના દાખલાની મૂળ નકલ (પ્રમાણિત ઝેરોક્ષ નકલ).

(૨) જ્ઞાતિ અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર (પ્રમાણિત ઝેરોક્ષ નકલ).

(૩) બાળકને રસીકરણની નોંધની નકલ (માત્ર પૂર્વ પ્રાથમિક વિભાગના પ્રવેશ માટે જ લાગુ પડે છે).

(૪) બાળકના બ્લડ ગ્રૂપના રિપોર્ટની નકલ.

(૫) બાળકના આધાર કાર્ડની નકલ.

(૬) બાળકના ૩ પાસપોર્ટ સાઈઝ ફોટો.

પ્રવેશ અંગેની માહિતી તથા અગત્યના નિયમો

૧. કોઈપણ ધર્મ કે કોમના વિદ્યાર્થીઓને આ સંસ્થામાં દાખલ કરવામાં આવશે.

૨. સહશિક્ષણને ધોરણે સંસ્થામાં છોકરાઓ તથા છોકરીઓને દાખલ કરવામાં આવશે.

૩. પ્રવેશફોર્મ ભર્યા બાદ પ્રવેશ અંગોનો આખરી નિર્ણય વિદ્યાર્થીની વર્તણૂંક, વ્યવહાર અને સિદ્ધિને ધ્યાનમાં રાખીને સંચાલક મંડળ કરશે ,તે આખરી ગણાશે.

૪. સંસ્થાના નિયમ મુજબ બાળકની ઉમર હશે તે મુજબ શ્રેણીમાં પ્રવેશ આપવામાં આવશે.

૫. વખતોવખત સંસ્થા તરફથી જે વિવિધ લવાજમ (ફી) અને તેના દર વગેરે નક્કી કરવામાં આવે તે આપવાના રહેશે.

૬. જૂન તથા ડિસેમ્બર એમ વર્ષમાં બે વાર દરેક વિદ્યાર્થી પાસે શિક્ષણ લવાજમ જેટલું જ સત્ર લવાજમ લેવામાં આવશે.

૭. એપ્રિલ મહિનામાં જેમનું નામ શાળામાં ચાલુ હશે તેમણે મે માસનું બધા પ્રકારનું લવાજમ આપવાનું રહેશે. આ પ્રમાણે બે માસનું લવાજમ એપ્રિલ માસમાં વસુલ કરવામાં આવશે.

૮. એક સપ્તાહ કે તેથી વધુ સમય માટે પૂર્વ પરવાનગી વગર વિદ્યાર્થી/વિદ્યાર્થીની ગેરહાજર રહેશે તો નામ કમી કરવામાં આવશે.

૯. જો વિદ્યાર્થીને શાળામાંથી ઉઠાડી લેવા સંબંધી કોઈપણ માસની છેલ્લી તારીખ (તે દિવસે રજા હોય તો તે પહેલાંના ચાલુ કામના દિવસે) સુધીમાં મા-બાપ અથવા વાલી તરફથી લેખિત ખબર આપવામાં નહિ આવી હશે ને જેનું નામ નવા માસના પત્રકમાં ચાલુ રાખ્યું હશે,  તેણે નવા માસનું (ને તે એપ્રિલ માસમાં હોય તો બે માસનું) બધા પ્રકારનું લવાજમ આપવું પડશે.

૧૦. શાળાનો ગણવેશ : શાળાએ નક્કી કરેલ ગણવેશમાં દરેક વિદ્યાર્થીએ ફરજિયાત આવવાનું રહેશે. દરેક વિદ્યાર્થીએ ગણવેશની જોડ જૂન મહિનામાં તૈયાર કરાવવાની રહેશે અને ગણવેશની પેટર્ન શાળાના નોટિસ બોર્ડ પર જોવા મળશે. શાળામાં આઈ-કાર્ડ ફરજિયાત રોજ જ પહેરવાનો રહેશે.

૧૧. સફાઈ તેમ જ જાતમહેનતનું કામ જે વિદ્યાર્થીઓને ફાળે આવે તે તેણે સારી રીતે નિષ્ઠાપૂર્વક અદા કરવાનું રહેશે.

૧૨. બાળકોને કિમતી ઘરેણાં પહેરી લાવવા નહિ. જો ખોવાઈ જશે તો તે માટે કોઈપણ રીતે સંસ્થાની જવાબદારી રહેશે નહિ.

૧૩. બધાં વિદ્યાર્થીઓએ શાળાએ વખતોવખત નક્કી કરેલા નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. નિયમોનો વારંવાર ભંગ કરનાર વિદ્યાર્થીને જરૂર જણાય તો ગમે ત્યારે શાળામાંથી છૂટા કરવાનો આચાર્યને હક્ક રહેશે.

૧૪. વિદ્યાર્થીઓના અભ્યાસ અને વર્તણૂંક બાબતમાં વાલીમિત્રોએ પૂરેપૂરો સહકાર આપવાનો રહેશે.