તા. ૨૪/૧૦/૨૦૨૧નાં રોજ રવિવારનાં માય ફ્રીડમ ચેરિટેબલ ટ્રસ્ટ, વડોદરા દ્વારા જીવનભારતી સંકુલનાં રંગભવનમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા અને ડૉ. પ્રીતીબેન ગુપ્તા હાજર રહ્યા હતા. સૂરતના માનનીય દાતાઓના અમૂલ્ય યોગદાનથી વિદ્યાર્થીઓને “અનાયત સેનેટરી પેડ્સ”નું વિતરણ કરવામાં આવ્યું હતું. જીવનભારતી કુમારભવનનાં ધો.૧૧ (વિજ્ઞાન પ્રવાહ) માંથી ૧૧ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. જીવનભારતી કુમારભવનમાંથી ત્રણ શિક્ષિકાઓ શ્રીમતી ફહમીદાબેન મુલ્લા, શ્રીમતી રોશનીબેન પટેલ અને શ્રીમતી સેજલબેન પરમાર કાર્યક્રમમાં હાજર રહી વિદ્યાર્થીનીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શાળાના આચાર્યા શ્રીમતી પીન્કીબેન માળીએ “મહિલા સ્વાસ્થ્ય ક્રાંતિ અભિયાન” અંતર્ગત વિદ્યાર્થીનીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.