જીવનભારતી મંડળ દ્વારા દેશના ૭૫મા સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરવામાં આવી. શ્રી ધર્મેશભાઈ મિસ્ત્રી ( ટાઉન પ્લાનિંગ ઓફિસર, સુ.મ.ન.પા.)ના વરદ્ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ પાવન પ્રસંગે જીવનભારતી મંડળના હોદેદારશ્રીઓ શ્રી ભરતભાઈ શાહ, શ્રી ભાનુકુમાર શાહ, ડૉ. બિપીનભાઈ દેસાઈ, ડૉ. પ્રજ્ઞેશભાઈ જોષી, ડૉ. કેતનભાઈ શેલત, શ્રી અજિતભાઈ શાહ, શ્રી હરેશભાઈ જરીવાલા, શ્રી અમિતભાઈ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનશ્રીઓના હસ્તે શૈક્ષણિક સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને શિલ્ડ તથા પ્રમાણપત્ર એનાયત કરી શુભકામના પાઠવી. ઈ. ચા. આચાર્યાશ્રી ભામિનીબેન રાવલના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો.