સર્વાંગી કેળવણીના મૂળમંત્રને વરેલી સંસ્થા જીવનભારતી બાળ કેળવણી ક્ષેત્રે પ્રયોગાત્મક અને પ્રેરણાત્મક પ્રવૃત્તિ થકી બાળકોના ઘડતર માટે હંમેશા કટિબદ્ધતા સાથે કાર્યરત સાથે કાર્યરત છે. આ અભિગમ અંતર્ગત પ્રવર્તમાન સંજોગોને આધીન બાળકો શાળામાં આવી શકતા નથી, પરંતુ બાળકોનું ઘડતર અને સર્વાંગી વિકાસનું ધ્યેય પરિપૂર્ણ કરવાના આશય સહ રમકડાં લાયબ્રેરીનું આયોજન કરાયું જેમાં બાળકોનું સ્નાયુઓની કુશળતા, ભાવનાત્મક વિકાસ, સામાજિક વિકાસ અને બૌધ્ધિક વિકાસને વેગવાન બનાવે તેવા રમકડાં વાલીશ્રીઓ શાળામાંથી લઇ જઈ બાળક ઘરે રમી શકે એ આશય સાથે રમકડાં લાયબ્રેરીનું આયોજન કરવામાં આવ્યું જેમાં વાલીશ્રીઓ ઉત્સાહ ભેર રમકડાં લાયબ્રેરીમાંથી બાળકો માટે પસંદગી કરીને લઇ ગયા હતા. આ રમકડાં બાળકો ઘરે રમી રહે પછી પંદર દિવસ પછી બીજું રમકડું રમવા માટે લઇ જઈ શકે એવી સુવિધા શાળામાંથી નિઃશુલ્ક આપવામાં આવેલ છે.