ખૂબ આનંદપૂર્વક અને ગૌરવપૂર્ણ સાથે જણાવવાનું કે જીવનભારતી મંડળ સંચાલિત #આર્ટિફિશ્યલ_ઇન્ટેલિજન્સના અભ્યાસક્રમ અંતર્ગત આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્તમ ગુજરાતી અને શ્રેષ્ઠ અંગ્રેજીને ખરેખર સાચા અર્થમાં સાર્થક કરી જીવનભારતીના વિદ્યાર્થીઓની યશ કલગીમાં એક મોરપીંછ નો ઉમેરો કર્યો છે.
દુનિયાના જુદા જુદા દેશોમાંથી 748 એન્ટ્રીઓ આવી હતી. સેમિફાઇનલમાં આપણી શાળામાંથી 9 વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા હતા. ફાઇનલ ની અંદર સમગ્ર ભારતમાંથી માત્ર એક વિદ્યાર્થી, જીવનભારતી શાળા કિશોર ભવનના ધો.૭ના કનિષ રેખાડિયાની પસંદગી પામ્યા હતા અને ૮મી મેના રોજ તેમણે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતને રીપ્રેઝન્ટ કરી ને શાળાનું ગૌરવ વધાર્યુ છે. અને સાથે આર્મથ ઇન્ડિયા પ્રોજેક્ટ હેડ પલ્લવ શાહ અને રિસર્ચ લેબ નિયામક અમી નાયક ની સાથે પ્રેઝનટેશન આપ્યું હતું .
**ખૂબ અભિનંદન ને આવી ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે એવી શુભકામના અને આરમેથની ટીમને ખુબ ખુબ અભિનંદન.
અને આર્મેનિયા દેશની જે સ્પર્ધાનું આયોજન થયું તો એની વેબસાઈટ ઉપર આપણે જીવન ભારતી શાળા Coding Course નો ફોટો પણ મુકવામાં આવ્યા છે એ આપણા માટે ખરેખર ખૂબ મહત્વની અને ગૌરવની વાત કહેવાય કે આપણી શાળા આંતરરાષ્ટ્રીય કક્ષાએ સુધી પણ અંગ્રેજી માધ્યમમાં રીપ્રેઝન્ટ કરે છે.