વિદેશિની પન્ના નાયક નવોદિત પારિતોષિક – 2021
સ્ત્રી સર્જકોની પ્રતિભાને મંચ પૂરું પાડતો એક અલાયદો મેળો! #પ્રા. ડૉ. ઉષા ઉપાધ્યાયનું આ માનસ સંતાન છે.
જુઈ મેળો – માત્ર ચાર જ વરસમાં આ પોતાની ગુણવત્તાને કારણે આંતરરાષ્ટ્રીય બન્યો છે. વિશ્વભારતી સંસ્થાન, અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલાદિન નિમિત્તે ભારતીય લેખિકા સંમેલન “જુઈ-મેળો”નું આયોજન તા. ૨૦.૦૩.૨૦૨૧, શનિવારે સ્વામી સહજાનંદ ગ્રુપ ઓફ કૉલેજ, ભાવનાગરમાં કરવામાં આવ્યું હતું. જેમાં જીવનભારતી મંડળ, સૂરતના CounsellorAcademic Affairs શ્રી રશ્મિ ઝાનું સન્માન કરવામાં આવ્યું હતું. #જીવનભારતી મંડળ પરિવાર આ માટે તેમને ગૌરવ સહ અભિનંદન સાથે ભવિષ્યમાં તેમની પ્રતિભા વિશ્વસ્તરે પોંખાય એની શુભેચ્છા પાઠવે છે.