જીવનભારતી મંડળ સંચાલિત શ્રીમતી કેસરબેન પૂનમચંદ ગાંધી પ્રાથમિક વિદ્યાલય, જીવનભારતી કિશોરભવન દ્વારા ૭૪મા સ્વાતંત્ર્યદિનની રાષ્ટ્રીયપર્વની ઉજવણી કરવામાં આવી હતી તા. 15/08/2020, શનિવારના સવારે 08:00કલાકે સધિયારો પ્રાંગણમાં જીવનભારતી મંડળના પ્રમુખશ્રી ભારતભાઈ વજેચંદ શાહના શુભહસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જીવનભારતી મંડળના મંત્રીશ્રી ડો. કેતનભાઈ શેલત, મંત્રીશ્રી અજીતભાઈ શાહ,  નાણાંમંત્રીશ્રી હરેશભાઇ જરીવાલા, તથા શાળાના તમામ ભાવનોના આચાર્યશ્રીઓ, નિરીક્ષકશ્રીઓ તથા તમામ શિક્ષકો અને કર્મચારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કાર્યક્રમના અતિથિવિશેષ તરીકે શ્રી ભરતભાઈ શાહે કહ્યું કોરોનાની મહામારીમાં એકબીજાને માનસિક રીતે, સામાજિક રીતે મદદરૂપ થઇ, તેની સાવચેતીના પગલા રૂપે માર્ગદર્શન આપીને શિક્ષકધર્મ નિભાવવો જોઈએ તથા હાલની આવી વૈશ્વિક આર્થિક પરિસ્થિતિની ગાડી પાટા ઉપરથી નીચે ઉતરી ગયી હોવાથી તેના છેડા ભેગા કરવા કે મેળવવા મુશ્કેલ છે, જેમાંથી આપણે સૌએ બહાર આવવાનું છે, જેને આત્મવિશ્વાસ સાથે આપણે સૌએ સાથે મળીને પાર પાડવાનું છે. અંતમાં તેમને “કિસીકી મુસ્કુરાહટોં પે હો નિસાર, કિસીકા દર્દ મિલ શકે તો હો ઉધાર, કિસીકે વાસ્તે હો તેરે દિલમેં પ્યાર જીના ઉસી કા નામ હૈ.” કહીને આ કાર્યક્રમનું સુંદર રીતે સમાપન કરવામાં આવ્યું. આ સમગ્ર કાર્યક્રમના સંયોજક તરીકે કિશોરભાવનના આચાર્યશ્રી ડો. પરેશ પરમારે અને તેમના શાળા પરિવારે કામગીરી સુંદર રીતે નિભાવી.