ગણેશા બાળવિકાસ સંકુલ આયોજિત ગુજરાત રાજ્યકક્ષાની ચિત્રકામ અને સુલેખન સ્પર્ધામાં શાળાનાં ૪૬ બાળકોએ ચિત્રકામ અને ૧૭ બાળકોએ સુલેખન સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમાંથી આરાધ્ય પટેલએ ચિત્રકામ સ્પર્ધામાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો અને દેવાંશ સેલરએ સુલેખન સ્પર્ધામાં દ્વિતીય ક્રમ મેળવ્યો હતો. આ સાથે તેજ કદમ, મન પંચાલ અને હીર બરડોલીયાએ આશ્વાસન ઇનામ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે.