સર્વધર્મ સમભાવને બાળકોમાં સંસ્કારિત કરવા માટે જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલય ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં વિવિધ ધર્મમાં પ્રાર્થનામાં આવતી સ્તુતિ, શ્લોક અને ચાલીસા વગેરે મોઢે બોલવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા અંગે આચાર્યા શ્રીમતી નિમિષાબહેન નાયકનો ઉચ્ચ હેતુ પ્રદર્શિત થાય છે. સમગ્ર સ્પર્ધાની રજૂઆત ખૂબ જ સુંદર રીતે થઇ હતી. સ્પર્ધામાં ભાગ ન લેનાર બાળકો પણ સાથે-સાથે સ્તુતિ ગાઈ રહયા હતા. જે સૂચવે છે કે બાળકોમાં ધર્મભાવના ગૂંથાઈ રહી છે.