ઓલ ઇન્ડિયા કેરમ ફેડરેશન અંતર્ગત જીવનભારતી કુમારભવનના ધો.૧૦માં અભ્યાસ કરતી સુરતી વનીષા મનીષભાઈએ અન્ડર – ૧૮માં ગુજરાત રાજ્ય કેરમ સ્પર્ધામાં બરોડા મુકામે ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિજેતા થઇ તેમણે શાળાનું નામ રોશન કર્યુ છે. હવે તેઓ નાગપુર મુકામે રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવા જનાર છે.