જીવનભારતી મંડળ સંચાલિત શ્રીમતી મીતા રાજાન શાહ પ્રેરિત વિવિધલક્ષી કેન્દ્ર બાળવિકાસ ભવન સ્પે. એજ્યુકેશન ક્લાસમાં ૧૪ વર્ષ થી ઉપરના વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે જીવન ઉપયોગી રોજગારલક્ષી તાલીમ આપવા પ્રિ.વોકેશનલનું કાર્ય કરાવવામાં આવે છે. જેમાં ઉત્તમ પ્રકારનું કાર્ય “વેસ્ટમાંથી બેસ્ટ” જેમાં વિદ્યાર્થીઓ શિક્ષકો સાથે મળી ફાટી ગયેલી ટી-શર્ટ માંથી થૈલી (બેગ) બનાવવાનું શ્રેષ્ઠ કાર્ય કરે છે. જે પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન અંતર્ગત જનજાગૃતિ માટે પણ પ્રેરણાદાયી રૂપ છે.