તારીખ: ૨૦/૦૨/૨૦૨૦, ગુરુવારના રોજ માતૃભાષા ગૌરવદિન નિમિત્તે કાવ્યપઠન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં પ્રાસંગિક ઉદબોધન શ્રીમતી વૈશાલીબેન ટંડેલે કર્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન જીવનભારતી મંડળના હોદેદાર અને કુમારભવનના પ્રતિનિધિ શ્રી મયંકભાઈ ત્રિવેદી અને કવયિત્રીશ્રી યામિનીબેન વ્યાસ હાજર રહયા હતા. યામિનીબેનનું સ્વાગત નિરીક્ષક શ્રીમતી અનીલબેન શાહે કર્યું હતું. શ્રી મયંકભાઈ ત્રિવેદી સરનું સ્વાગત માધ્યમિક વિભાગનાં નિરીક્ષક શ્રીમતી ચેતનાબેન પટેલે કર્યું હતું. આ કાવ્યપઠન સ્પર્ધામાં તેઓએ નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી હતી. આ સ્પર્ધામાં કુલ ૨૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાવ્યપઠન સ્પર્ધાનાં નિયમોની માહિતી શ્રીમતી વૈશાલીબેને આપી હતી. બધાજ વિદ્યાર્થીઓએ ખૂબજ સુંદર પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમમાં નીચેના શિક્ષકોએ પણ કાવ્યપઠન કર્યું હતું.

શ્રીમતી વૈશાલીબેન ટંડેલ
શ્રીમતી અનિતાબેન પટેલ
શ્રી વિલિયમભાઈ સ્નેહી
શ્રીમતી ઇન્દિરાબેન પટેલ
શ્રીમતી સેજલબેન પરમાર
શ્રી મગનભાઈ સોલંકી

શ્રીમતી યામિનીબેન વ્યાસે અને શ્રી મયંકભાઈ ત્રિવેદી સાહેબે સ્પર્ધા અંગે વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડયું હતું. માતૃભાષા ગૌરવદિનના મહત્વની વાત કરી શુભેચ્છા પાઠવી હતી.