જીવનભારતી કિશોરભવન, શ્રીમતી કેસરબહેન પૂનમચંદ ગાંધી પ્રાથમિક વિદ્યાલય, નાનપુરા, સુરતના ઉચ્ચપ્રાથમિક વિભાગ (શ્રેણી ૬ થી ૮)નાં આચાર્ય તરીકે ફરજ બજાવતા મૂળ વલસાડ જીલ્લાના કિલ્લા પારડીનાં નિવાસી આચાર્યશ્રી પરેશકુમાર છગનલાલ પરમારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાંથી ઈતિહાસ વિષયમાં “વડોદરા રાજ્યનો નવસારી પ્રાંત એક ઐતિહાસિક પરિપેક્ષ્યમાં : એક અભ્યાસ” [NAVASARI PROVINCE OF VADODRA STATE : IN A HISTORICAL PERSPECTIVE : A STUDY] વિષય ઉપર મહાશોધ નિબંધ (પીએચ. ડી.) રજૂ કર્યો હતો.

જેને વી. એન. એસ. જી. યુની., સુરત માન્ય રાખી તેઓને આર્ટસ (ઈતિહાસ) ફેકલ્ટીમાં પીએચ. ડી. ની પદવી એનાયત કરી છે. આ મહાશોધ નિબંધ તેઓએ ઝેડ. એફ.વાડિયા વિમેન્સ કોલેજ એન્ડ એન. કે. જહોટા કોલેજ ઓફ કોમર્સ, સુરતનાં માર્ગદર્શક શ્રી પ્રો. ડૉ. ચંદુભાઈ સી. ચૌધરીનાં માર્ગદર્શન હેઠળ તૈયાર કર્યો હતો.