પ્યોર સ્કિલ ગ્રુપ ઓફ કંપનીઝ દ્વારા સાયન્સ સેન્ટર, સુરત ખાતે તા. ૦૮/૦૨/૨૦૨૦ નાં રોજ આઈ. ટી. ટેકનીકલ ઇવેન્ટ આઈ. ટી. ટેકવોર ૨ કે ૨૦ યોજવામાં આવેલ. આ ઇવેન્ટમાં જીવનભારતી મંડળ સંચાલિત અટલ ટીંકરીંગ લેબનો “આર્ટીફીશીયલ હ્યુમન આર્મ” નો પ્રોજેક્ટ મુકવામાં આવેલ જેનો મુખ્ય આશય હાલ ચાઈનામાં અને દુનિયાનાં અન્ય દેશોમાં કોરોના વાઇરસ ફેલાયેલ છે જેનાંથી બચવા આવા હ્યુમન આર્મ રક્ષણ આપી શકે, પ્રોજેક્ટ શ્રી અમી નાયક – અટલ લેબ નિયામકનાં માર્ગદર્શન હેઠળ તૈયાર કરાવવામાં આવેલ અને આર. ડી. ઘાયેલ જીવનભારતી વિદ્યાલયનાં બાળકોએ ખૂબ ઉત્સાહથી ભાગ લઇ શાળાનું ગૌરવ વધારેલ છે.